🔥 TRENDING અરવલ્લી LCBએ પ્રોહિબિશનના ગુનામાં ચારે... छत्रपती संभाजीनगरात भीषण अपघात; दुचाकी... નારોલ મ્યુનિસિપલ સ્કૂલમાં પ્રદુષિત પાણ... સામખિયાળી રેલવે સ્ટેશન નજીક ટ્રક સળગી... महाड-भोर मार्गावर अपघात: वाहनाचे मोठे... Suvendu Adhikari Unveils Rs 1,000‑Cror...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદના નારોલમાં રાજસ્થાનથી લવાયેલો વિદેશી દારૂ ભરેલી લક્ઝરી બસ ઝડપાઈ

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 04 Oct 2026, 07:10 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના નારોલ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા રાજસ્થાનથી લવાતી વિદેશી દારૂની ૧,૧૫૨ બોટલો ભરેલી એક લક્ઝરી બસને ભગવતી પાર્કિંગ પાસેથી ઝડપી પાડી છે.

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે નારોલ પોલીસે ભગવતી પાર્કિંગ પાસે વોચ ગોઠવી હતી, જ્યાં રાજસ્થાનથી આવતી એક લક્ઝરી બસને રોકીને તપાસ કરતાં તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે બસની ડીકીમાંથી કુલ ૧,૧૫૨ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ દારૂ રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે દારૂ ભરેલી બસ અને દારૂનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ રેડ દરમિયાન પોલીસ દ્વારા દારૂ કોણ મંગાવી રહ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App