🔥 TRENDING वैशाली के महुआ में तीन दिनों से लगातार... मंत्री लक्ष्मण सवदी ने ₹1.75 करोड़ की... औरंगाबाद जिला के रफीगंज थाना के कासमा... Eugene Levy Stars in New Film 'Sctv: T... Yami Gautam’s Family Celebrates Her Na... Nag Ashwin Updates on Shooting of 'Kal...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કડિયાળી ગામના તળાવમાંથી એક દિવસથી ગુમ વ્યક્તિની લાશ મળી

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 26 Sep 2026, 05:40 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે તળાવમાંથી એક વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

🚨 બ્રેકિંગ ન્યૂઝ | જાફરાબાદ

કડિયાળી ગામના તળાવમાંથી એક દિવસથી ગુમ વ્યક્તિની લાશ મળી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે તળાવમાંથી એક વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, મૃતક વ્યક્તિ એક દિવસથી ગુમ હતો. તળાવમાંથી લાશ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક આશંકા મુજબ, મૃતક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે અને પગ લપસી જતાં તળાવમાં ડૂબી જવાથી તેનું મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા મૃતકની લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.
📲Get App