🔥 TRENDING સુરખાઈ ગામ ખાતે નવસારી જિલ્લા પ્રાથમિક... સુરતમાં 'સીટેક્ષ એક્સ્પો-2026'નો ભવ્ય... सपोटरा नगरपालिका: नवनिर्वाचित चेयरमैन... સુરત અને દક્ષિણ ગુજરાતના MSME ટેક્સટાઇ... Odisha Police Seize 128 kg of Ganja En... TDP MP Praises Andhra SIR Transparency...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કાંકરિયા દૂધ મંડળીની સાધારણ સભામાં ભારે હોબાળો: ૧૭ વર્ષથી દૂધ ભરતા પશુપાલકો સભાસદ પદથી વંચિત, કમિટી બદલવાની ઉગ્ર માંગ

✍️ Reporter: Dhaval Maheta 🗓 26 Sep 2026, 07:14 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કાંકરિયા ગામ ખાતે યોજાયેલી દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભામાં ગ્રામજનો અને પશુપાલકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મંડળીની વર્તમાન કમિટીની નિષ્ક્રિયતા અને અણઆવડતના કારણે આખી સભામાં ભારે હોબાળો મચી ગયો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે હાલની કમિટીના સભ્યોને દૂધ મંડળીના વહીવટ અંગેનું કોઈ જ જ્ઞાન નથી.સાધારણ સભા દરમિયાન જ્યારે જાગૃત ગ્રામજનો અને પશુપાલકોએ મંડળીના હિતને લગતા પ્રશ્નો પૂછ્યા, ત્યારે કમિટીના સભ્યો પાસે એક પણ સવાલનો જવાબ નહોતો. કમિટી એટલી હદે બિનઅનુભવી છે કે તેમને મંડળીની વાર્ષિક આવક કેટલી છે કે શેર ભંડોળ કેટલું છે, તેની પણ કોઈ જ માહિતી નહોતી. સવાલોના જવાબ આપવાને બદલે કમિટી સભ્યો મૌન સાધીને બેસી રહ્યા હતા, જેનાથી ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ હતી.સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે ગામના પશુપાલકો છેલ્લા ૧૭-૧૭ વર્ષથી સતત મંડળીમાં દૂધ ભરી રહ્યા છે, છતાં પણ તેમને હજી સુધી સભાસદ બનાવવામાં આવ્યા નથી. આ અંગે પશુપાલકો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક અરજીઓ આપવામાં આવી હોવા છતાં, સભત્તા આપવા બાબતે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી.વર્તમાન કમિટીના આવા નબળા અને બેજવાબદાર વહીવટથી આખું ગામ અને પશુપાલકો ભારે અસંતુષ્ટ છે. પશુપાલકોના હકોનું હનન થતું અટકાવવા અને મંડળીને ભ્રષ્ટાચાર કે અણઆવડતથી બચાવવા માટે હવે કાંકરિયા ગામના લોકોએ એકસૂરે આખી કમિટીને તાત્કાલિક અસરથી બદલવાની ઉગ્ર માંગ કરી છે. જો આગામી દિવસોમાં લાયક અને જાણકાર સભ્યોની નવી કમિટી નિમવામાં નહીં આવે, તો પશુપાલકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
📲Get App