🔥 TRENDING Police HQ demands social media details... लोनी, गाजियाबाद में लापता युवक सद्दाम... मुरादाबाद में महिला जनसुनवाई: आठ महिला... रामपुर बटुरा मेगा प्रोजेक्ट में फिर आं... Banswara Panchayat Elections Deal Blow... मोतिहारी में बापू कि कर्म भूमी पर 22नव...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લામાં નવનિયુક્ત વિદ્યાસહાયકોની સ્થળ પસંદગીના સ્થળમાં ફેરફાર

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 21 Nov 2026, 12:33 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં નવનિયુક્ત વિદ્યાસહાયકોની સ્થળ પસંદગીના સ્થળમાં ફેરફાર

અમરેલી તા. ૧૯ નવેમ્બર
અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એક જાહેર નોટિસ બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે, વિદ્યા સહાયક ભરતી વર્ષ ૨૦૨૬ અંતર્ગત ધોરણ ૧ થી ૫ (ગુજરાતી માધ્યમ) ના નવનિયુક્ત વિદ્યાસહાયકોની સ્થળ પસંદગી અગાઉ બી.આર.સી. ભવન, અમરેલી ખાતે રાખવામાં આવી હતી, પરંતુ અનિવાર્ય સંજોગોવસાત આ સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પછી આ તમામ નવનિયુક્ત વિદ્યાસહાયકોની સ્થળ પસંદગીની પ્રક્રિયા કે.કે. પારેખ અને આર.પી. મહેતા વિદ્યાલય (લીલાવતી બિલ્ડીંગ), નાની નુતન, બસ સ્ટેન્ડની બાજુમાં, અમરેલી ખાતે યોજવામાં આવશે, જેની સંબંધિત તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલીની યાદીમાં જણાવાયું છે.

*ધર્મેશ વાળા ૦૦૦૦૦*
📲Get App