🔥 TRENDING बाड़मेर में दीपावली के अवसर पर आतिशबाज... बाड़मेर के कृषि मंडी में लगी आग, अधिका... आंगनबाड़ी बच्चों को बिस्किट खिलाने से... Trump says US unlikely to re‑enter war... Congress donations plunge 75% to ₹130.... India lose to Pakistan by three wicket...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચૂંટણી પંચમાં મતભેદોના અહેવાલો વચ્ચે પંચની સર્વાનુમત નિર્ણયની સ્પષ્ટતા
Politics

ચૂંટણી પંચમાં મતભેદોના અહેવાલો વચ્ચે પંચની સર્વાનુમત નિર્ણયની સ્પષ્ટતા

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 24 Sep 2026, 08:50 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરો વચ્ચે મતભેદોના અહેવાલો વચ્ચે, પંચે સત્તાવાર નિવેદન આપી સ્પષ્ટ કર્યું છે કે તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા છે. પંચે અધિકારીઓ દ્વારા સૂચનો અને સુધારાત્મક નોંધો મૂકવાની પ્રક્રિયાને સામાન્ય ગણાવી છે.

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને અન્ય બે ચૂંટણી કમિશનર્સ વચ્ચે છેલ્લા 10 મહિનામાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાના મુદ્દે, ફોર્મ-૬ માં ફેરફાર કરવાના મુદ્દે અને ડેટા સેન્ટ્રલાઈઝેશન બાબતે ઓછામાં ઓછા 14 વખત મતભેદો કે વાંધા નોંધાયા હતા. આ અહેવાલો બાદ વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પરંતુ, ચૂંટણી પંચે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ તમામ અહેવાલોને ફગાવી દીધા છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે પંચના તમામ નિર્ણયો સર્વાનુમતે (Unanimous) જ લેવામાં આવ્યા છે. પંચે જણાવ્યું કે કોઈપણ સ્વતંત્ર સંસ્થામાં ડ્રાફ્ટ સ્ટેજ પર જુદા-જુદા અધિકારીઓ દ્વારા ચર્ચા, સૂચનો કે સુધારાત્મક નોટ્સ મૂકવી એ એક સામાન્ય પ્રક્રિયા છે. બે કમિશનરોએ કેટલાક મુદ્દે ટેક્નિકલ કે પ્રશાસનિક પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ તેનો અર્થ એ નથી કે અંતિમ નિર્ણયમાં કોઈ અસહમતિ હતી. સુપ્રીમ કોર્ટે પણ અગાઉ ચૂંટણી પંચની આ SIR પ્રક્રિયાને કાયદેસર અને નિષ્પક્ષ ચૂંટણી માટે યોગ્ય ઠેરવી છે.

આ ઉપરાંત, ભૂતકાળમાં બે ચૂંટણી કમિશનર ટી.એન. શેષન અને મનોહર સિંહ ગિલ બંને સક્રિય રાજકારણમાં કોંગ્રેસમાં જોડાયા હતા. બંધારણીય સંસ્થાઓના વડાઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ નિવૃત્તિ પછી પણ સંપૂર્ણપણે રાજકારણથી અલિપ્ત રહે, જેથી સંસ્થાની પવિત્રતા જળવાઈ રહે. જોકે, કોંગ્રેસનો ઇતિહાસ ૧૯૭૫માં દેશમાં આંતરિક કટોકટી લાદવા સાથે જોડાયેલો છે, જ્યારે અલાહાબાદ હાઈકોર્ટે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરી હતી. ભારતીય મતદારોએ ૧૯૭૭ની ચૂંટણીમાં આ કટોકટી સામે રોષ દાખવીને કોંગ્રેસને સત્તા પરથી હટાવી દીધા હતા, જે દર્શાવે છે કે જનતા લોકશાહી સાથે ચેડાં સહન કરતી નથી.
📲Get App