🔥 TRENDING आरा सदर अस्पताल में डॉक्टरों कि हड़ताल સાયલા હાઈવે પર મેંદાની આડમાં વિદેશી દા... ପ୍ରସିଦ୍ଧ ଛତିଆ କାକରା ଜାତୀୟ ରାଜପଥ କଡ଼ରେ... Madhya Pradesh High Court Bars Husband... ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਮੌ... Hundreds rally in Delhi after teen all...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના ૩ આમ આદમી પાર્ટીના સદસ્યો કોંગ્રેસમાં જોડાયા..
Politics

ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના ૩ આમ આદમી પાર્ટીના સદસ્યો કોંગ્રેસમાં જોડાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Sep 2026, 04:25 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા પંચાયતના ત્રણ ચૂંટાયેલા સદસ્યો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે..

સાબરકાંઠાના-:
આજ રોજ ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક સ્નેહપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં, આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના ચૂંટાયેલા ત્રણ સદસ્યો વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.આ ત્રણેય સદસ્યોએ ખેડબ્રહ્મા-વિજયનગરના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી સાહેબના નિવાસસ્થાને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટી છોડીને આવેલા ત્રણેય તાલુકા પંચાયતના સદસ્યોનું હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું..

કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાવા ઉત્સુક તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનું પણ અગાઉથી જ સાદર સ્વાગત છે.
📲Get App