🔥 TRENDING कलेक्टर ने खरीफ 2026 उपार्जन की तैयारि... कलेक्टर श्री पार्थ जायसवाल ने जिले के... મેડિકલ ક્ષેત્રે ભાવવધારા સામે જનતાનો પ... Red Alert Issued for Burgampadu and Fo... Puri Jagannath Temple to Suspend Publi... Odisha Assembly Session Disrupted on D...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પોલીસકર્મીઓ માટે ટ્રાફિક નિયમોનું પાલન ફરજિયાત: રાજ્યવ્યાપી ૧૫ દિવસીય ઝુંબેશ શરૂ

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 10:02 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યભરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે ૨૧ સપ્ટેમ્બરથી ૧૫ દિવસીય ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

રાજ્યભરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે ૨૧ સપ્ટેમ્બરથી ૧૫ દિવસીય ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન, પોલીસકર્મીઓ અને અધિકારીઓના વાહનોમાં લગાવેલી બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વિનાના વાહનો અને ‘P’, ‘Police’ અથવા અન્ય અનધિકૃત લોગો ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઝુંબેશ અંતર્ગત પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન અને સરકારી કચેરીઓમાં પણ આવા વાહનોની તપાસ કરવામાં આવશે. નિયમભંગ કરનાર પોલીસકર્મીઓ અને અધિકારીઓ સામે ટ્રાફિક કાયદા હેઠળ કાર્યવાહી ઉપરાંત શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવશે.

તાજેતરમાં ગાંધીનગરમાં પ્રવેશતી કાળા કાચ અને નંબર પ્લેટ વિનાની એક કારને રોકીને તપાસ કરતા તે પોલીસ ઇન્સ્પેક્ટરની હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને ગંભીરતાથી લઈને કાયદો અને વ્યવસ્થા વિભાગ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને ખાસ ટ્રાફિક ડ્રાઈવ કરવા સૂચના આપવામાં આવી હતી.

આ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને સુરતમાં પોલીસ કચેરીઓ ખાતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં નિયમોના પાલન અંગેની સ્થિતિ ચકાસવામાં આવી હતી.
📲Get App