🔥 TRENDING કેશોદમાં ટ્રાફિકને અડચણરૂપ રિક્ષા ચાલક... Election Commissioners deem Form 6 ame... Heavy Rain Hits Jharkhand, Govt Warns... Jharkhand Minister Deepika Pandey Sing... Rain Expected Today Across Chennai and... Gold prices dip on Sep 24 as silver fa...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં જ્વેલરી શોરૂમમાં છેતરપિંડી: સોનાની રિંગમાંથી સોનું ગાયબ, ચાંદીના કંદોરામાં ભેળસેળ

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 10:06 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના વરાછામાં એક જ્વેલરી શોરૂમ દ્વારા ગ્રાહકોને સસ્તા કે આધુનિક જ્વેલરીના નામે છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. 9 કેરેટ વ્હાઇટ ગોલ્ડની રિંગ અને સ્ટર્લિંગ સિલ્વરના કંદોરાની લેબોરેટરી તપાસમાં વિશ્વાસઘાતનો પર્દાફાશ થયો છે.

સુરતના વરાછા વિસ્તારમાં સસ્તા કે આધુનિક જ્વેલરીના નામે ગ્રાહકોને છેતરતી પેઢીઓ સામે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા ચાર રસ્તા પાસે આવેલા લાભધર્મ કોમ્પ્લેક્સ સ્થિત એક જ્વેલરી શોરૂમમાંથી ખરીદવામાં આવેલી 9 કેરેટ વ્હાઇટ ગોલ્ડની રિંગ અને 92.5 સ્ટર્લિંગ સિલ્વરના કંદોરાની અધિકૃત હોલમાર્કિંગ સેન્ટરમાં લેબોરેટરી તપાસ કરાવતાં વિશ્વાસઘાતનો પર્દાફાશ થયો છે.

તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, સોનાના નામે વેચાયેલી રિંગમાંથી સોનું ગાયબ નીકળ્યું હતું અને માત્ર ચાંદી મળી આવી હતી. જ્યારે 92.5% ની ઉત્કૃષ્ટ શુદ્ધતા ધરાવતા કંદોરામાં વાસ્તવિક ચાંદી માત્ર 51.19% થી 51.38% જ નીકળી હતી. આ દર્શાવે છે કે ગ્રાહકોને શુદ્ધ ધાતુના નામે ભેળસેળવાળી વસ્તુઓ વેચીને છેતરવામાં આવી રહ્યા હતા.

આ મામલે છેતરાયેલા 19 વર્ષીય યુવાન એમ્બ્રોઇડરી ડિઝાઇનરે શોરૂમ સંચાલક જીગર ધનજીભાઈ માણિયા સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આવા શોરૂમ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
📲Get App