🔥 ट्रेंडिंग कलेक्टर ने खरीफ 2026 उपार्जन की तैयारि... कलेक्टर श्री पार्थ जायसवाल ने जिले के... મેડિકલ ક્ષેત્રે ભાવવધારા સામે જનતાનો પ... तेलंगाना में भारी बारिश, बर्गम्पाडु सह... पुरी जगन्नाथ मंदिर में बामना जन्म नीति... ओडिशा विधानसभा सत्र में दिन दो पर अराज...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માથાભારે શખ્સનો આતંક: મહિલા કર્મચારીઓની છેડતી અને ધમકીઓ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 24 सित. 2026, 10:00 AM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક માથાભારે શખ્સ દ્વારા મહિલા કર્મચારીઓની છેડતી, ધમકીઓ અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવામાં આવતા હોસ્પિટલ પ્રશાસને કડક કાર્યવાહીની માંગ કરી છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં છેલ્લા કેટલાક સમયથી એક માથાભારે શખ્સ દ્વારા મચાવવામાં આવી રહેલા આતંકને લઈને હોસ્પિટલ પ્રશાસને લાલ આંખ કરી છે. મહિલા કર્મચારીઓની છેડતી, સ્ટાફને ધમકીઓ આપવા, સિક્યુરિટી સાથે મારામારી કરવા તેમજ સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર દ્વારા ખટોદરા પોલીસને પત્ર લખી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

ખટોદરા પોલીસને મોકલેલા પત્રમાં જણાવ્યા મુજબ, સ્ટેમસેલ બિલ્ડિંગના ચોથા માળે આવેલા પ્લાસ્ટિક સર્જરી વોર્ડમાં આ શખ્સ બિન્દાસપણે ઘૂસી જઈને આતંક મચાવે છે. તે વોર્ડમાં ફરજ બજાવતી મહિલા નર્સિંગ સ્ટાફ અને અન્ય મહિલા કર્મચારીઓ સામે બેસીને અભદ્ર વર્તન કરતો હતો.

એટલું જ નહીં, રાત્રિ દરમિયાન મહિલા કર્મચારીઓના રૂમમાં ઘૂસી જવાનો પ્રયાસ કરીને ગંભીર છેડતી પણ કરી હતી. આ વિકૃત હરકતોના કારણે હોસ્પિટલનો મહિલા સ્ટાફ અત્યંત ભયના ઓથાર હેઠળ ફરજ બજાવવા મજબૂર બન્યો છે. આ મામલે તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
📲Get App