🔥 ट्रेंडिंग जमुई में नाबालिग छात्रों पर अभद्रता के... बिहार एमएलसी सीट पर अनंत सिंह के विरोध... कर्मा‑धर्मा पूजा के बाद मनेर के गंगा घ... भोपाल में बार‑बार बिजली कटौती को लेकर... लोकसभा अध्यक्ष ओम बिरला इंदौर पहुंचे,... Star Actor Donates Ramayana Film Proce...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

ધારીના બે વિદ્યાર્થીઓએ અમદાવાદમાં ચૂંટણી અધિકારીઓ સાથે કરી કોન્ફરન્સ

✍️ रिपोर्टर: હસમુખભાઇ સાંગાણી 🗓 23 सित. 2026, 04:52 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા શ્રી જી. એન. દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલના બે વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે મુખ્ય ચૂંટણી કમિશ્નર સહિત રાજ્યના ચૂંટણી અધિકારીઓની ટીમ સાથે મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં ભાગ લીધો.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી શરૂ કરાયેલ 'ઇલેક્ટોરલ લીટરસી ક્લબ' અંતર્ગત ધારી તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા શ્રી જી. એન. દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલના બે વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે એક વિશેષ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી ગ્યાનેશ કુમાર, ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

'ઇલેક્ટોરલ લીટરસી ક્લબ' એ શાળા, કોલેજો અને ગ્રામીણ સ્તરે મતદારોમાં જાગૃતિ લાવવા માટે ભારતીય ચૂંટણી પંચની એક મહત્વપૂર્ણ પહેલ છે. આ ક્લબનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવાનોને ચૂંટણી પ્રક્રિયા, મતદાનના અધિકાર અને લોકશાહીના મૂલ્યો વિશે રસપ્રદ અને વ્યવહારુ જ્ઞાન આપવાનો છે.

આ પ્રસંગે, શાળા વતી પ્રતિનિધિત્વ કરનાર વિદ્યાર્થીઓ ગોહિલ કરણસિંહ અને વૈદેહી બાંભણીયાને નગરપાલિકા ધારીના પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયા અને તેમની ટીમ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી એમ.બી. બારડે પણ વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
📲Get App