🔥 TRENDING Kitaab Ghar Initiative to Amplify Hima... Four dead, one injured in deadly car c... MoU Signed to Boost Air Connectivity A... Uttarakhand Police Dismantle SIM Box G... Two bikers accused of harassing woman... Delhi to Set Up 81 Immersion Ponds Ahe...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

બોટાદના નવથ્થા હનુમાનજી મંદિરે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી, પોલીસ અધિકારીઓ જોડાયા

✍️ Reporter: Lalu mistry 🗓 23 Sep 2026, 08:01 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોટાદ શહેરમાં આવેલા પ્રાચીન નવથ્થા હનુમાનજી મંદિરે ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પોલીસવડા સહિત અનેક પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ શહેરના સુપ્રસિદ્ધ નવથ્થા હનુમાનજી મંદિરે આ વર્ષે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને ભક્તોએ ભાગ લીધો હતો.

ઉત્સવમાં બોટાદ જિલ્લા પોલીસવડા એસ.પી. ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી મહર્ષિ રાવળ, એલસીબી પીઆઈ ડાવરા, ટાઉન પીઆઈ વસાવા, તેમજ અન્ય પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સહિતના પોલીસ જવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓની હાજરીએ કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો.

આ પ્રસંગે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું. નવથ્થા હનુમાનજી મંદિર ખાતે યોજાયેલો આ ગણેશ ઉત્સવ સૌના સહયોગથી સફળ રહ્યો હતો.
📲Get App