🔥 TRENDING कासगंज: ट्यूबवेल की छत पर मिला युवती क... ભુજ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર... రిమ్స్ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యమే: కవిత સાયખા સ્થિત હીમાની ક્રોપ કંપનીને પ્રદૂ... સાયખા સ્થિત હીમાની ક્રોપ કંપનીને પ્રદૂ... અમેરિકા સ્થિત ઉદયનભાઈ પટેલ પરિવારે શ્ર...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

બગસરામાં શ્રી ચંદ્રમૌલેશ્વર કુંવરના દરબારમાં મહાનુભાવોનું સન્માન

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 23 Sep 2026, 11:58 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બગસરા સ્થિત શ્રી ચંદ્રમૌલેશ્વર કુંવરના દરબારમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનું સોલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.

બગસરા ખાતે આવેલ શ્રી ચંદ્રમૌલેશ્વર કુંવરના દરબારમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનું સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે નિવૃત્ત કલેક્ટર બ્રહ્મભટ્ટ સર અને તેમના ધર્મપત્ની હેતલબેન, બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના એમ.ડી. નિતેશભાઈ ડોડીયા, ધારી નગરપાલિકાના પ્રમુખ જયદિપભાઈ બસીયા, વેપારી અગ્રણી કેતનભાઈ સોની, તેમજ શ્રીનાથજી ટિમ્બર માર્ટના માલિક બંધુઓ મેહુલભાઈ મર્થક અને શૈલેષભાઈ મર્થક ઉપસ્થિત રહ્યા હતા.

આ તમામ મહાનુભાવોએ શ્રી ચંદ્રમૌલેશ્વર કુંવરના દરબારમાં માથું ટેકવી આરતી કરી ધન્યતા અનુભવી હતી. તેમના આગમન બદલ તેમનું સોલ ઓઢાડી અને મોમેન્ટો આપી અદ્દકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી ચંદ્રમૌલેશ્વર કુંવરના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App