🔥 TRENDING ପଞ୍ଚାୟତ ନିର୍ବାହୀ ଅଧିକାରୀଙ୍କର ୩୦ ପ୍ଲଟ,... सडक हादसा ୨୩ ରାତିକୁ ସଜାଗ, ଉପକୂଳ ଅତିକ୍ରମ କରିବ ଗଭୀ... એકતાનગરથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને... IPS ସ୍ତରରେ ଅଦଳବଦଳ; ସର୍ବଣା ବିବେକ ଏମ୍‌ ଭ... ଆରମ୍ଭରୁ ହଟ୍ଟଗୋଳ, ରାଜରାସ୍ତାରେ ଗର୍ଜନ: ଏମ...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જૂનાગઢ: ગૌચર દબાણ મામલે કાર્યવાહી નહીં કરવા સાડા ત્રણ લાખની લાંચ લેતા વૃંદાવનનગરના રહીશ ઝડપાયા

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 23 Sep 2026, 11:22 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢમાં ગૌચર જમીન પરના દબાણ અંગેની અરજી પાછી ખેંચી લેવા અને કાર્યવાહી ન કરવા બદલ રૂપિયા સાડા ત્રણ લાખની લાંચ લેતા એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચકચાર જગાવી છે.

જૂનાગઢના મધુરમ બાયપાસ પાસે આવેલી વૃંદાવન નગર સોસાયટીના રહેવાસી કરશનભાઇ ઘેલાભાઇ સોલંકીને ગૌચર જમીન પરના દબાણ અંગેની અરજી પાછી ખેંચવા અને કોઈ કાર્યવાહી ન કરવા દેવાની બાંહેધરી આપી રૂપિયા સાડા ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીના ભત્રીજા વિરુદ્ધ ગૌચર જમીનમાં ગેરકાયદેસર દબાણ કરવા અંગે તાલુકા વિકાસ અધિકારી (TDO) કચેરીમાં એક અરજી કરવામાં આવી હતી. આ અરજીના પગલે કાયદાકીય કાર્યવાહીનો ડર બતાવી આરોપી કરશનભાઇ સોલંકીએ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો.

આરોપીએ ફરિયાદી સમક્ષ દરખાસ્ત મૂકી હતી કે જો તેઓ નક્કી કરેલી રકમ આપશે, તો તે TDO કચેરીમાં કરાયેલી અરજી પાછી ખેંચી લેશે. આ સાથે જ આરોપીએ એવી પણ બાંહેધરી આપી હતી કે આ મામલે તલાટી કે TDO કચેરી તરફથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ લાંચની રકમ સ્વીકારતી વખતે જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
📲Get App