Religion
રાજુલાના પરિવારે ૪ કિ.મી. સૂતા-સૂતા રામદેવપીર મંદિરે પહોંચી કરી અનોખી આરાધના
રાજુલાના મનુભાઈ બારીયા પરિવાર અને મિત્રમંડળે ખાંભલીયા ગામે રામદેવપીર મંદિરે ૪ કિ.મી.નું અંતર સૂતા-સૂતા કાપી માનતા પૂર્ણ કરી અનોખી રીતે ઈશ્વરની આરાધના કરી.
રાજુલા શહેરના મનુભાઈ ભાયાભાઈ બારીયા સહિત પરિવારજનો, કુટુંબીજનો અને મિત્રમંડળ દ્વારા ખાંભલીયા ગામે આવેલા રામદેવપીરના મંદિરે માનતા પૂર્ણ કરવા માટે એક અનોખી રીતે ઈશ્વરની આરાધના કરવામાં આવી હતી. આ ભક્તિભાવપૂર્ણ યાત્રા અંટાળીયા મહાદેવ મંદિરેથી શરૂ થઈ હતી.
આ યાત્રાની વિશેષતા એ હતી કે, તમામ ભક્તોએ આશરે ૪ કિલોમીટરનું અંતર સૂતા-સૂતા કાપ્યું હતું. ડીજેના તાલે રામાપીરના જયઘોષ સાથે ભક્તોએ આ અનોખી આરાધના કરી હતી. આ દ્રશ્ય જોવાલાયક હતું અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.
રસ્તામાં બાલાજી ફ્લાય પ્રોડક્ટના માલિક ગજેન્દ્રસિંહ પરમાર અને મનુભાઈ બારીયા સહિત પરિવારજનો અને મિત્રમંડળે સાથે મળીને ભક્તિભાવ સાથે પોતાની માનતા પૂર્ણ કરી હતી. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ રામદેવપીરના નાદથી ગુંજી ઉઠ્યું હતું.