अपराध
સલાબતપુરા પોલીસે મિલેનિયમ ટેક્ષટાઇલ માર્કેટમાંથી રોકડ ભરેલી બેગ ચોરનાર આરોપીને ઝડપી પાડ્યો
સલાબતપુરા પોલીસ ટીમે મિલેનિયમ ટેક્ષટાઇલ માર્કેટના પાર્કિંગમાંથી રોકડા રૂપિયા ભરેલી બેગ ચોરીને નાસી ગયેલા આરોપીને ગણતરીના કલાકોમાં CCTV ફૂટેજના આધારે ઝડપી પાડ્યો છે.
સલાબતપુરા પોલીસ ટીમે મિલેનિયમ ટેક્ષટાઇલ માર્કેટના પાર્કિંગમાંથી રોકડા રૂપિયા ભરેલી બેગ ચોરીને નાસી ગયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ ચોરીનો કુલ મુદ્દામાલ 2,50,000 રૂપિયાનો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મિલેનિયમ ટેક્ષટાઇલ માર્કેટના પાર્કિંગમાંથી રોકડા રૂપિયા ભરેલી બેગ લઈને એક આરોપી નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી હતી. આરોપીનું નામ પ્રિન્સ ઉર્ફે કાળુ ઉર્ફે પ્રવીણભાઈ મેંડપરા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને દબોચી લીધો હતો અને ચોરાયેલી રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.