🔥 ट्रेंडिंग Fans denied permission to sit together... Grihalakshmi Scheme Under Review: New... બનાસકાંઠા: અંબાજી પદયાત્રા રૂટ પર સેવા... बैगा आदिवासी से फर्जी नौकरी नाम पर पैस... સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કદવાળ ખાતે “સે... હિંમતનગર પાસે ગરનાળામાં પડી જતાં બે યુ...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ધારી-તુલસીશ્યામ રોડ પર જીરા ગામ પાસે અટીકા અને ટુ-વ્હીલ વચ્ચે ગંભીર અકસ્માત, એક ઈજાગ્રસ્ત

✍️ रिपोर्टर: હસમુખભાઇ સાંગાણી 🗓 23 सित. 2026, 02:40 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી-તુલસીશ્યામ રોડ પર જીરા ગામ નજીક વળાંકમાં અટીકા અને ટુ-વ્હીલ વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ટુ-વ્હીલ ચાલકને ઈજા પહોંચી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ધારી-તુલસીશ્યામ રોડ પર જીરા ગામ પાસે આવેલા વળાંકમાં એક અટીકા (ગાડી) અને ટુ-વ્હીલર વચ્ચે ધડાકાભેર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેને ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે, અટીકા ગાડીમાં સવાર લોકોને કોઈ જાનહાની થઈ નથી, જોકે ગાડીને પણ મોટું નુકસાન થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઈજાગ્રસ્ત ટુ-વ્હીલર ચાલક કરમદડી ગામનો રહેવાસી છે, જ્યારે અટીકા ગાડીનો ચાલક ખીસરી ગામનો રહેવાસી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App