🔥 TRENDING કેવડિયા ખાતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર... શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના મુખ્ય મંત્... NH ६१ कल्याण मुरबाड ते सावर्न्या पर्यं... Delhi’s Shalimar Bagh demolition drive... One-Month-Old Baby Found Dead in Purni... Gwalior traders boycott UPI on 'No‑UPI...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કદવાળ ખાતે “સેવા મારો યોગદાન” અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો.

✍️ Reporter: Pankaj Pandit 🗓 23 Sep 2026, 03:48 PM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કદવાળ ખાતે “સેવા મારો યોગદાન” અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત , તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. તુષાર ભાભોર, સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડન્ટ ડૉ. હેમાંગિનીબેન તેમજ SDH ઝાલોદથી આવેલ Pediatrician, Gynecologist અને Physician ના માર્ગદર્શન હેઠળ તથા PHC કલજીની સરસવાણીના Medical Officer, RBSK Team, Community Health Officer (CHO) અને FHS ના સહયોગથી વિવિધ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી.

કેમ્પ દરમિયાન High Risk ANC (માતાઓની તપાસ), સગર્ભા તથા ધાત્રી માતાઓની આરોગ્ય તપાસ, બાળકોની તપાસ, NCD અંતર્ગત ૩૦ વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં હાયપરટેન્શન અને ડાયાબિટીસની તપાસ તથા જનજાગૃતિ કરવામાં આવી. તેમજ RBSK અંતર્ગત મળેલ 4-D બાળકોની તપાસ* અને TB માટે શંકાસ્પદ દર્દીઓના X-Ray પણ કરવામાં આવ્યા.

આ વિશેષ આરોગ્ય કેમ્પમાં કુલ ૨૪૪ લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો* કેમ્પ દરમિયાન એક્સ-રે ટેકનિશિયન ની પણ હાજરી રહી.

આ પ્રસંગે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ કરવામાં આવી તથા ઉપસ્થિત સૌએ સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી.

આ સફળ કેમ્પમાં ગામના વરિષ્ઠ નાગરિકો તથા આગેવાનો ની ઉપસ્થિતિ રહી. સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે CHCના સુપ્રિટેન્ડન્ટ તથા મેડિકલ ઓફિસર, PHC મેડિકલ ઓફિસર, RBSK મેડિકલ ઓફિસર તથા સમગ્ર આરોગ્ય ટીમ દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો.

“સેવા મારો યોગદાન” અંતર્ગત આરોગ્ય સેવા, તપાસ અને જનજાગૃતિનું આ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું.

Team CHC કદવાળ & PHC કલજીની સરસવાણી**
📲Get App