🔥 ट्रेंडिंग અંબાજી જતા પદયાત્રીઓ માટે પાસિનામુવાડા... बनास नदी पर दोस्तों संग पिकनिक का आनंद શ્રીરામ સેવા કેમ્પ દ્વારા હડોલમાં આઇસ્... కడపలో భారీ వర్షాలు: రోడ్లు చెరువుల తలప... લીલીયામાં ૨૧ કરોડ બાદ પણ ગટર સમસ્યા યથ... यश की ‘हनुमान अंश’ ने बॉक्स‑ऑफ़ में ‘ट...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ ખાંભા તાલુકાના જામકા ગામની પ્રાથમિક શાળા ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાશે

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 23 सित. 2026, 09:00 AM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ ખાંભા તાલુકાના જામકા ગામની પ્રાથમિક શાળા ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાશે

૦૮ ગામોના લોકોને સ્થળ પર જ મળશે વિવિધ સેવાઓનો લાભ


અમરેલી તા.૨૨ સપ્ટેમ્બર
નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ પૂરી પાડતી લોકાભિમુખ પહેલ અન્વયે રાજ્ય સરકારની સરકારની "સેવા સેતુ" યોજના થકી નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ નજીકમાં જ મળી રહે છે. જેના અનુસંધાને ખાંભા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી જામકા ગામની પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય) કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં જામકા, નિંગાળા - ૨, વાંગધા, ત્રાકુડા, નવા માલકનેશ, જૂના માલકનેશ, હનુમાનપુર, તાલડા સહિત કુલ ૦૮ ગામોના નાગરિકોને સરકારની વિવિધ સેવાઓનો લાભ અને પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર જ મળશે.

આ કાર્યક્રમમાં મુખ્યત્વે આવક અને જાતિના દાખલા, રેશનકાર્ડમાં સુધારા અને E-KYC કામગીરી, આધારકાર્ડને લગતી સેવાઓ તથા PMJAY યોજના હેઠળ નોંધણી અને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કૃષિ, પશુપાલન અને પંચાયત વિભાગની વિવિધ યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, જન્મ મરણ પ્રમાણપત્ર, નિરાધાર વૃદ્ધ સહાય, નવીન વારસાઈ અરજીઓ તેમજ વિનામૂલ્યે ૭/૧૨ અને ૮-અ ની નકલ મેળવવા જેવી સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે.

તાલુકા વહીવટી તંત્ર દ્વારા આ તમામ ગામોના જરૂરિયાતમંદ નાગરિકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઘરઆંગણે મળતી વહીવટી સેવાઓનો લાભ લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે, તેમ તાલુકા વહીવટી તંત્ર, ખાંભાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App