🔥 TRENDING Karnataka Headmaster Uses Three‑Month... Two More Bodies Linked to Bengaluru Mu... Madras HC orders Tamil Nadu to start b... Awareness Programme on New Labour Code... 163 Liquor Smuggling Cases Detected Al... Fire engulfs Som Hardware store in Lak...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં ફટાકડા ફોડવા જેવી બાબતે જીવલેણ હુમલો, બે વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત

✍️ Reporter: Gilani Asikali 🗓 08 Nov 2026, 10:07 AM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરના ભરવાડી દરવાજા બહારના વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે વ્યક્તિઓ પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક વિગતો મુજબ રોડ પર ફટાકડા નહીં ફોડવા મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી બાદ ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ બે વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. જેમાં બંનેને માથા તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક વિરમગામની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાને પગલે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App