🔥 ट्रेंडिंग ઝાલોદમાં ડોળ ગ્યારસ નિમિત્તે ભગવાનની ડ... બોલ માડી અંબે, જય જય અંબે’ના જયઘોષ સાથ... સર્પદંશથી બચાવ અને તાત્કાલિક સારવાર અં... 2026 செப்டம்பர் 28,29,30 - 3 நாட்கள் வ... मध्यप्रदेश पुलिस आरक्षक भर्ती 2026 के... પરષોત્તમ રૂપાલા પોતાના માદરે વતન અમરેલ...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ એસટી બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાતા મુસાફરો પરેશાન

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 22 सित. 2026, 05:38 PM 👁 12
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામ એસટી બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતાં તેમજ પાણીમાંથી દુર્ગંધ આવતી હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.મુસાફરોના જણાવ્યા મુજબ, વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. છેલ્લા ત્રણ દિવસથી વિરમગામ વિસ્તારમાં વરસાદ ન હોવા છતાં અગાઉ પડેલા વરસાદનું પાણી હજુ પણ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાયેલું જોવા મળી રહ્યું છે. પાણી ભરાઈ રહેતા દુર્ગંધ પણ ફેલાઈ રહી છે.
વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પાણી દૂર કરવામાં આવે અને મુસાફરોને પડતી હાલાકીનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર.આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App