🔥 TRENDING બાપા સીતારામ વિદ્યામંદિર, બગદાણા માં ગ... बारमेर विधायक प्रियंका चौधरी ने 17 साल... Tanishq Launches New Jewelry Store in... Video of Student Abuse in Jamui Sparks... Police Deploy 700 Troops for Ganesh Vi... Mauganj Water Scheme Fails After 3.85...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝાલોદ એસ.ટી. ડેપોમાં વિશેષ આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

✍️ Reporter: Pankaj Pandit 🗓 22 Sep 2026, 07:00 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઝાલોદ એસ.ટી. ડેપોમાં વિશેષ આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

140થી વધુ ડ્રાઇવર, કંડક્ટર, મેકેનિક સહિતના કર્મચારીઓએ કરાવી આંખ, બી.પી. અને ડાયાબિટીસની તપાસ



ઝાલોદ એસ.ટી. ડેપો ખાતે તા. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ તાલુકા આરોગ્ય કચેરી, ઝાલોદના સહયોગથી વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.ટી. નિગમમાં રોજિંદા 350થી વધુ ડ્રાઇવર, કંડક્ટર અને મેકેનિક સતત પરિવહનની કામગીરી સાથે જોડાયેલા હોવાથી તેમના શારીરિક તેમજ માનસિક તણાવને હળવો કરવા અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધારવાના હેતુથી આ કેમ્પ યોજાયો હતો.
સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા આ આરોગ્ય કેમ્પમાં કર્મચારીઓની આંખોની તપાસ ઉપરાંત બ્લડ પ્રેશર (બી.પી.) અને ડાયાબિટીસ (બ્લડ સુગર) સહિતની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. સતત લાંબા સમય સુધી મુસાફરી અને જવાબદારીભરી કામગીરી કરતા એસ.ટી. કર્મચારીઓ માટે નિયમિત આરોગ્ય તપાસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં તાલુકા આરોગ્ય કચેરી ઝાલોદના સહયોગથી ગામડી પી.એચ.સી.ના ડૉ. અર્પિત નીનામા, સી.એચ.ઓ. પટેલ સ્નેહા, સી.એચ.ઓ. પારગી રાજેન્દ્રભાઈ તથા આર.બી.એસ.કે. ફાર્માસિસ્ટ દ્વારા આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
કેમ્પ દરમિયાન ઝાલોદ એસ.ટી. ડેપો મેનેજર નિલેશ મુનિયા સહિત ડેપોના 140થી વધુ ડ્રાઇવર, કંડક્ટર, મેકેનિક તથા અન્ય કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આરોગ્ય તપાસ કરાવી હતી. કર્મચારીઓના સ્વાસ્થ્યની સમયાંતરે તપાસ થતી રહે અને તેઓ તંદુરસ્ત રહી પોતાની ફરજ વધુ સજાગતાથી નિભાવી શકે તેવા હેતુથી આયોજિત આ કેમ્પ ઉપયોગી સાબિત થયો હતો.
📲Get App