🔥 TRENDING ઝાલોદમાં ડોળ ગ્યારસ નિમિત્તે ભગવાનની ડ... બોલ માડી અંબે, જય જય અંબે’ના જયઘોષ સાથ... સર્પદંશથી બચાવ અને તાત્કાલિક સારવાર અં... 2026 செப்டம்பர் 28,29,30 - 3 நாட்கள் வ... मध्यप्रदेश पुलिस आरक्षक भर्ती 2026 के... પરષોત્તમ રૂપાલા પોતાના માદરે વતન અમરેલ...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાના નામે લાંચ લેતો શખ્સ શાહીબાગ ખાતે એસીબીની ટ્રેપમાં ઝડપાયો

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 22 Sep 2026, 06:02 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન અપાવવાનો ભરોસો આપી લાંચ માંગનાર ખાનગી વ્યક્તિ સુરેશકુમાર પંડ્યાને એસીબીએ રૂ. ૪,૦૭,૫૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે.

અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ગોઠવવામાં આવેલા એક સફળ છટકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન અપાવવાના બહાને લાંચ માંગનાર એક ખાનગી વ્યક્તિને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. એસીબીની ટીમે શાહીબાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના ગેટ નંબર-૩ પાસેની સીડીઓ પર છટકું ગોઠવીને આરોપીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપીની ઓળખ પંડ્યા સુરેશકુમાર દશરથભાઈ (રહે. ૭૬, હરિચંદ્ર પાર્ક, પ્રગતિનગર, નારણપુરા, અમદાવાદ) તરીકે થઈ છે, જે એક ખાનગી વ્યક્તિ છે. આ સમગ્ર મામલે એક જાગૃત નાગરિકે એસીબી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાનો ભરોસો આપ્યો હતો અને તે માટે અગાઉ રૂ. ૩,૮૨,૫૦૦/- ની લાંચ અને અન્ય રૂ. ૪,૦૭,૫૦૦/- ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે તા. ૧૬/૦૯/૨૦૨૬ ના રોજ એસીબી દ્વારા શાહીબાગ સ્વામિનારાયણ મંદિરના ગેટ નંબર-૩ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી સુરેશકુમાર પંડ્યા ફરિયાદી પાસેથી રૂ. ૪,૦૭,૫૦૦/- ની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર જ રંગેહાથ ઝડપાઈ ગયો હતો અને એસીબીએ લાંચની રકમ રિકવર કરી હતી.

આ સફળ ટ્રેપની કામગીરી એસીબી ફિલ્ડ-૩ (ઇન્ટેલિજન્સ વિંગ) ગુજરાત રાજ્ય, અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.બી. મહેતા તથા તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી છે. એસીબીએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App