🔥 TRENDING मार पीट का वीडियो वायरल আভুয়ায় চার দিন ধারাবাহিক ভারী বৃষ্টি... વિરમગામમાં ફટાકડા ફોડવા જેવી બાબતે જીવ... Film Stars vs Streaming Sensations: Wh... Chennai Weather Forecast: Overcast Ski... Karnataka High Court Quashes Money‑Lau...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસાણાના સતલાસણામાંથી બીમાર હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ કરવા પોલીસની અપીલ
Local

મહેસાણાના સતલાસણામાંથી બીમાર હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ કરવા પોલીસની અપીલ

✍️ Reporter: Shaileshji Thakor 🗓 22 Sep 2026, 06:50 PM 👁 375
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લાના સતલાસણા ગામની આશાપુરા હોટેલ પાસેથી આશરે ૩૫ થી ૪૦ વર્ષના એક અજાણ્યા પુરુષ બીમાર હાલતમાં મળી આવ્યા છે, જેમને વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મહેસાણા જિલ્લાના સતલાસણા ગામમાંથી એક અજાણ્યા પુરુષ બીમાર હાલતમાં મળી આવ્યા છે. આશરે ૩૫ થી ૪૦ વર્ષની વય ધરાવતા આ વ્યક્તિ સતલાસણા ગામની આશાપુરા હોટેલ પાસેથી મળી આવ્યા હતા. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

હાલમાં આ અજાણ્યા વ્યક્તિને વધુ સારવાર માટે વડનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ દ્વારા આ વ્યક્તિના પરિવારજનો અથવા સગા-સંબંધીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

સતલાસણા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ આ વ્યક્તિને ઓળખતું હોય અથવા તેમના સગા-સંબંધીઓ વિશે કોઈ માહિતી હોય, તો તાત્કાલિક સતલાસણા પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 6359626989 પર સંપર્ક કરવા વિનંતી છે.
📲Get App