🔥 TRENDING BJP wins 197 civic body posts in Rajas... ਡੇਰਾਬੱਸੀ ’ਚ ਚੋਰਾਂ ਦਾ ਕਹਿਰ: ਕਰਿਆਨਾ ਦੁਕਾ... Lakshmi Mittal and Adar Poonawalla Set... High Court Flags Security Lapses at Ch... Maharashtra Fuel Rates Today: Pune, Mu... Milk Spill as Tanker Overturns on Mumb...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઘાટવડ વિસ્તારમાં કુવામાં ખાબક્યો દીપડો

✍️ Reporter: Abdul Khalik karim bhai 🗓 21 Sep 2026, 08:35 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઘાંટવડના ચકદળ વિસ્તારમાં કુવામાં ખાબક્યો દીપડો, વન વિભાગે જીવ બચાવ્યો

રેસ્ક્યુ ટીમની કલાકોની જહેમત બાદ દીપડાને સુરક્ષિત બહાર કઢાયો; વન વિભાગની ટીમની સરાહનીય કામગીરી

ઘાંટવડ: કોડીનાર તાલુકાના ઘાંટવડ રેવન્યુ ચકદળ વિસ્તારમાં એક દીપડો અચાનક કુવામાં ખાબકી જતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં ઘાંટવડ રાઉન્ડ ફોરેસ્ટર એમ.જી. દામણિયા તથા બીટ ગાર્ડ આર.વી. વાળા સહિતની વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

કુવામાં પડેલા દીપડાને કોઈ ઈજા ન થાય અને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય તે માટે વન વિભાગની ટીમ દ્વારા તકેદારીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. અનુભવી ટ્રેકરોની મદદથી હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ભારે જહેમત બાદ દીપડાને સફળતાપૂર્વક કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

આ રેસ્ક્યુ કામગીરીમાં ટ્રેકર પીન્ટુભાઈ ચુડાસમા, રાજુભાઈ બાંભણીયા, દીનેશભાઈ ખસીયા, મહેશભાઈ બાંભણીયા, સંજયભાઈ ઠાકોર અને એભલભાઈ ભાલીયા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

વન વિભાગની ટીમની સતર્કતા અને સંકલિત કામગીરીના કારણે કુવામાં ખાબકેલા દીપડાનો સલામત રેસ્ક્યુ શક્ય બન્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ વન વિભાગની કામગીરીની પ્રશંસા જોવા મળી હતી.
📲Get App