વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિરમગામમાં ‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિરમગામ શહેરમાં ‘સ્વચ્છતા એ જ સેવા’ના સંદેશ સાથે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં હોમગાર્ડ જવાનો,ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો શ્રી નવદીપભાઈ ડોડીયા,દેવાજી ઠાકોર જોડાયા હતા અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની જાહેર સ્થળોની સફાઈ કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્વચ્છ અને સુંદર વિરમગામના નિર્માણ માટે સૌ નાગરિકોએ સ્વચ્છતા જાળવવા અને અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી હતી.સ્વચ્છતા એ જ સેવા ના સંદેશ સાથે યોજાયેલા આ અભિયાનમાં હોમગાર્ડ જવાનોની કામગીરીની નોંધ લેવાઈ હતી.રિપોર્ટર.આસીક અલી ગીલાણી વિરમગામ