🔥 TRENDING Women Sing to Spotlight Uttarakhand We... Uttarakhand to set up Youth Commission... CM Dhami says robust M-PACS will boost... Class 6 girl allegedly assaulted in Sa... Delhi Police dismantles APK-based cybe... 12 DTC employees detained for vandalis...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Jobs & Career

ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ઓનલાઈન ભરતી

✍️ Reporter: Dineshgiri Goshvami 🗓 21 Sep 2026, 03:48 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત સરકાર ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધી આંગણવાડી કાર્યકર (HSC) અને આંગણવાડીHelper (SSC) પદો માટે ઓનલાઈન અરજી સ્વીકારશે.

ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી Helper પદો માટે ઓનલાઈન ભરતી જાહેર કરી છે. અરજીઓ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી શરૂ થઈને ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ રાત્રે ૧૨:૦૦ સુધી સ્વીકારવામાં આવશે.

આંગણવાડી કાર્યકર પદ માટે ધોરણ ૧૨ (HSC) પાસ અને ઉંમર ૧૮ થી ૩૩ વર્ષ, અને આંગણવાડી Helper પદ માટે ધોરણ ૧૦ (SSC) પાસ અને ઉંમર ૧૮ થી ૩૩ વર્ષની લાયકાત જરૂરી છે.

અરજદારોએ ઓળખપત્ર, ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ પ્રમાણપત્ર, સ્થાનિક રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી, તેમજ જાતિ/નૉન‑ક્રિમિનલ અને વિધવા/દિવ્યાંગ સંબંધિત પ્રમાણપત્ર (લાગુ પડે તો) તૈયાર રાખવા.

અરજીઓ e‑HRMS Gujarat Portal દ્વારા ઓનલાઈન ભરવામાં આવશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ કોઈ પણ અરજી સ્વીકારવામાં નહીં આવે, તેથી યોગ્યતા ધરાવતા ઉમેદવારોને સમયસર અરજી કરવા વિનંતી.
📲Get App