🔥 ट्रेंडिंग ગુજ્જુ લવ ગુરુ ના મ્રુત્યુ બાદ બેસણા મ... बिहार में जेडी(यू) के भीतर एमएलसी चुना... बिहार के सीएम तेजस्वी यादव कहते हैं, र... बिहार‑बंगाल SIR में मानचित्र त्रुटियों... M.S. Gopate Hospital ने ग्रामीण को मुफ... ગોમતીદાસ બાપુની નેપાળ યાત્રા પૂર્ણ, જા...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલામાં બાપા સીતારામ ગ્રુપ દ્વારા ગણપતિ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 20 सित. 2026, 09:40 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલામાં બાપા સીતારામ ગ્રુપ દ્વારા ગણપતિ સ્થાપના, સત્યનારાયણ કથા માં ભક્તો ઉમટ્યા

રાજુલા તારીખ ૨૦/૯/૨૦૨૬

રાજુલા શહેરમાં મુછડીયા સાહેબની હોસ્પિટલ સામે બાપા સીતારામ ગ્રુપ દ્વારા ગણપતિ દાદાની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે.

આજે રવિવારના રોજ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં વિસ્તારના ભક્તજનો, બહેનો, દીકરીઓ, માતાઓ, વડીલો અને બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દાદાના દર્શન કરી કથાનું શ્રવણ કર્યું હતું.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તિ ભાવ સાથે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
બાપા સીતારામ ગ્રુપ દ્વારા બે વર્ષ પહેલા ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને હનુમાનજીના પાઠ પણ કરવામાં આવે છે. ગ્રુપની અનોખી સેવામાં
અનોખો અંદાજ જોવા મળ્યો હતો.
રીપોર્ટ દેવશીભાઈ બાંભણિયા,
📲Get App