🔥 TRENDING NTPC Green Energy Adds 9.45 MW Commerc... Modi’s 25‑Year Political Odyssey: From... Former India all-rounder Ramesh Powar... Indore Students Voice Concerns Over Ed... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી જે... தமிழ்ச்செல்வன் மரணத்தில் நீதி கோரி போர...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાપર તાલુકામાં ભોજનારી ડેમ પાસે માલધારી પરિવારના પડાવમાં ફાયરીંગ, બે આરોપીઓ ધરપકડ

✍️ Reporter: Rameshbhai Ven 🗓 19 Sep 2026, 07:04 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાપર તાલુકાના ભોજનારી ડેમ નજીક 16 સપ્ટેમ્બરના રાત્રે માલધારી પરિવારના પડાવમાં ફાયરીંગ કરી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડવાના કેસમાં પૂર્વ કચ્છ LCBએ બે આરોપીઓને ધરપકડ કરી.

રાપર તાલુકાના ફતેગઢ ગામની સીમામાં આવેલા ભોજનારી ડેમ પાસે 16 સપ્ટેમ્બરની રાત્રે માલધારી પરિવારના પડાવમાં ફાયરીંગ કરી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડવાના કેસમાં પૂર્વ કચ્છ LCBએ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓ જંગલ વિસ્તારમાં શિકાર કરવા આવ્યા હતા. માલધારી લોકો જાગી જતા તેમને જાનથી મારી નાખવાના ઇરાદે ફાયરીંગ કરી મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા.

LCBએ અહેમદ હિંગોરજા અને રીઝવાન સમેજાને ઝડપી પાડી તેમની પાસેથી દેશી બનાવટની બંદૂક, ગન પાવડર, ધાતુની ગોળીઓ, મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ રૂ.70,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર કાર્યવાહી LCB PI જે.એમ. વાળા, PSI ડી.જી. પટેલ અને ટીમ દ્વારા કરવામાં આવી હતી. બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે રાપર પોલીસને સોંપવામાં આવ્યા.
📲Get App