स्थानीय
સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં ગેરકાયદે લારી-ગલ્લાના દબાણોથી માર્ગો સાંકડા થઈ ગયા છે પરંતુ, મોટાભાગના વિસ્તારોના કોર્પોરેટરો આ મુદ્દે ચૂપકી
સાત મહિનાથી ચાલતા સર્વેના કારણે દબાણ ખાતું લાચાર હતું સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજે સાત મહિના પૂર્વે ‘સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી’ના અમલ માટે 'અર્થ પ્લાનિંગ રિસર્ચ સેન્ટર' નામની એજન્
સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં ગેરકાયદે લારી-ગલ્લાના દબાણોથી માર્ગો સાંકડા થઈ ગયા છે પરંતુ, મોટાભાગના વિસ્તારોના કોર્પોરેટરો આ મુદ્દે ચૂપકીદી સાધી રહ્યા છે. તેની સામે વરાછા, કતારગામ અને અમરોલી વિસ્તારના જાગૃત કોર્પોરેટરોએ પ્રજાના હિતમાં રોજબરોજ સર્જાતા ભયાનક ટ્રાફિકજામ સામે મોરચો માંડ્યો છે. સવાર અને સાંજના પીક અવર્સમાં મુખ્ય રસ્તાઓ પર લારીધારકોના અડીંગાના કારણે વાહનચાલકો તોબા પોકારી ઊઠ્યા છે. સ્થાનિક કોર્પોરેટરોની સતત ફરિયાદોને પગલે આજે મળેલી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સાત મહિનાથી ચાલતા સર્વેના કારણે દબાણ ખાતું લાચાર હતું સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજે સાત મહિના પૂર્વે ‘સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી’ના અમલ માટે 'અર્થ પ્લાનિંગ રિસર્ચ સેન્ટર' નામની એજન્સીને તમામ લારી-ગલ્લાઓની ગણતરી અને નોંધણીની જવાબદારી સોંપી હતી. જોકે, સર્વેની કામગીરી લાંબા સમયથી ચાલી રહી હોવાથી પાલિકાનું દબાણ ખાતું સીધી કડક કાર્યવાહી કરી શકતું નહોતું, જેનો ગેરલાભ ઉઠાવીને રસ્તાઓ પર દબાણો બેફામ વધી ગયા હતા. હવે સ્થિતિ કાબૂ બહાર જતાં સ્ટેન્ડિંગ કમિટીએ આ સર્વે એજન્સીને ઢીલાશ છોડીને તાત્કાલિક સમગ્ર પ્રક્રિયા આટોપી લેવા કડક સૂચના આપી છે.