🔥 TRENDING સુરતના કામરેજ નજીક નેશનલ હાઈવે 48 પર એ... માંડવીના તાપી રિવરફ્રન્ટ ખાતે કેસરિયા... Karnataka to Add 2% Cess on Cinema Tic... Mangaluru Cabinet Approves Projects Wo... સુરતમાં કડોદરા ખાતે 'આશીર્વાદનો દીવો'... Karnataka Cabinet Approves Projects Wo...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ખાંભામાં ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળીની ૭મી શાખાનો ભવ્ય શુભારંભ, પ્રથમ દિવસે ૨૦૦ નવા સભ્યો જોડાયા

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 19 Sep 2026, 12:20 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખાંભા ખાતે ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી લિ.ની ૭મી શાખાનો સંતો-મહંતો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો, જેમાં પ્રથમ દિવસે જ આશરે ૨૦૦ નવા સભ્યો જોડાયા.

ખાંભા ખાતે ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી લિ.ની ૭મી શાખાનો સંતો-મહંતો, સહકારી આગેવાનો, સભાસદો તથા તાલુકાના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જ તાલુકાના આશરે ૨૦૦ નવા સભ્યો જોડાયા હતા.

આ પ્રસંગે ખાંભા ગુરુકુળના પૂજ્ય ડૉ. દેવ વલ્લભ સ્વામી તથા ખોડલધામ મંદિર-નેસડીના મહંત પૂજ્ય લવજીભાઈ બાપુએ આશીર્વાદ આપી મંડળીના નવા સભાસદો અને હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમમાં મંડળીના ચેરમેન ગોરધનભાઈ ગેડિયા, મગનભાઈ કોઠિયા, સુરેશભાઈ નસિત, તાલુકા પંચાયત પ્રમુખ શિવલાલભાઈ સુદાણી, વિનોદભાઈ માંડણકા અને બટુકભાઈ નસિત સહિત આશરે ૪૦૦ જેટલા ગ્રામજનો અને હરિભક્તો હાજર રહ્યા હતા.
📲Get App