🔥 ट्रेंडिंग नदीतील पुराच्या पाण्यात उडी घेतलेल्या... સાબરકાંઠા: સંકલન સમિતિએ ધારાસભ્યોના પ્... मानसून के पीछे हटते ही मौसम विभाग ने च... पीडीपी की इलीजा मुफ्ती ने जम्मू-कश्मीर... अमित कुमार गुप्ता को नई दिल्ली के उच्च... जम्मू-कश्मीर के विपक्षी नेता सुरिल शर्...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહીસાગર: કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક, પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 19 सित. 2026, 05:42 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર...
સમાચારમાં વાત કરીએ મહીસાગર જિલ્લાની.

મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે, જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને, જિલ્લા સંકલન સમિતિની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લાના વિકાસના કામો અને લોકપ્રશ્નોના સુચારુ નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, તેમજ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા પ્રજાહિતલક્ષી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના સંતોષકારક જવાબો સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા.

સાથે જ, 'સેવા સંકલ્પ અભિયાન' નો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે તમામ વિભાગોને જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.
📲Get App