🔥 TRENDING Monsoon retreats, meteorologists warn... PDP's Iltija Mufti Leads Protest in Sr... Amit Kumar Gupta Takes on Additional R... J&K Leader of Opposition Sunil Sharma... Lawyers Block Gaya Roads to Halt Parki... Rahul Gandhi Arrives in Indore to Join...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

દિવાળીના તહેવારો શરુ થવાની તૈયારીમાં છે, ત્યારે સામાન્ય લોકો પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. વિવિધ ખાદ્યતેલો, મસાલા અને ફળો-શાકભાજીની સાથે હ

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 06:14 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોંઘવારીના આ સતત વધારાને પગલે ગરીબ અને મધ્યમ વર્ગ માટે રસોડાનું સંચાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે અને લોકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. લીંબુની આવકમાં ઘટાડો, હોલસેલ ભાવ 1500થી

દિવાળીના તહેવારો શરુ થવાની તૈયારીમાં છે, ત્યારે સામાન્ય લોકો પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. વિવિધ ખાદ્યતેલો, મસાલા અને ફળો-શાકભાજીની સાથે હવે લીંબુના ભાવો પણ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સરકાર ઈઝ ઓફ લાઈફની વાતો ભલે કરે પરંતુ સુરતના છૂટક બજારમાં સારી ક્વોલિટીના લીંબુના ભાવ 240 રૂપિયે કિલોને પાર થઈ ગયા છે.

મોંઘવારીના આ સતત વધારાને પગલે ગરીબ અને મધ્યમ વર્ગ માટે રસોડાનું સંચાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે અને લોકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.

લીંબુની આવકમાં ઘટાડો, હોલસેલ ભાવ 1500થી 4000 પર પહોંચ્યા

સુરત APMCના હોલસેલ માર્કેટના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા કેટલાક દિવસોમાં લીંબુની આવકમાં સતત ઘટાડો નોંધાયો છે. એકાદ મહિના પહેલા સુરત APMCમાં લીંબુના 20 કિલોના હોલસેલના ભાવો 1000થી 1500 રૂપિયાની વચ્ચે બોલાતા હતા. પરંતુ હાલ આવક ઘટતા આ ભાવો પ્રતિ 20 કિલો 1600થી 4000 રૂપિયાની વચ્ચે થઈ ગયા છે. હોલસેલ માર્કેટમાં જ ભાવ બમણાથી વધુ થઈ જતા છૂટક બજારમાં તેની સીધી અને મોટી અસર જોવા મળી રહી છે.
📲Get App