🔥 TRENDING आजमगढ़ में फर्जी सीओ बनकर शराब ठेका ठग... Child abducted on Tuesday evening शादी के 14 दिन बाद ससुराल से भागी नववि... मोहम्मदाबाद में भगवान श्री गणेश की शोभ... 2,487 Deceased Nirman Shramik Workers’... Alleged Sale of Stolen Goods at Mohali...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

બાબરાના ચમારડી ગામે બલરામ જયંતિ ધામધૂમથી ઉજવાઈ, ખેડૂતોએ ‘જય જવાન, જય કિસાન’ના નારા લગાવ્યા

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 19 Sep 2026, 12:31 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાબરા તાલુકાના ચમારડી ગામની શિવ લહેરી ગૌશાળામાં ભાદરવા સુદ છઠ્ઠના દિવસે ભગવાન બલરામની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ હતી, જેમાં ખેડૂતોએ ગૌમાતા અને સરદાર પટેલના જયઘોષ સાથે નારા લગાવ્યા હતા.

બાબરા તાલુકાના ચમારડી ગામે આવેલી શિવ લહેરી ગૌશાળામાં ભાદરવા સુદ છઠ્ઠના દિવસે ખેડૂતોના ઈષ્ટદેવ ભગવાન બલરામની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ હતી. દીપ પ્રાગટય બાદ સમૂહ આરતી યોજાઈ હતી. ઉપસ્થિત ખેડૂતોએ ભગવાન બલરામ, ગૌમાતા અને સરદાર વલ્લભભાઈ પટેલના જયઘોષ સાથે ‘જય જવાન, જય કિસાન’ના નારા લગાવ્યા હતા.

ભારતીય કિસાન સંઘના અમરેલી જિલ્લા વસ્તરપરા તથા તાલુકા સંગઠનના ઉપાપ્રમુખ લાલજીભાઈ પોષણક્ષમે ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને ખેતપેદાશોની મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયાએ ખેડૂતોને નિકાસ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં તાલુકા કમિટી તથા ખેડૂત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App