🔥 ट्रेंडिंग नदीतील पुराच्या पाण्यात उडी घेतलेल्या... સાબરકાંઠા: સંકલન સમિતિએ ધારાસભ્યોના પ્... मानसून के पीछे हटते ही मौसम विभाग ने च... पीडीपी की इलीजा मुफ्ती ने जम्मू-कश्मीर... अमित कुमार गुप्ता को नई दिल्ली के उच्च... जम्मू-कश्मीर के विपक्षी नेता सुरिल शर्...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ગિરના જંગલમાં સિંહણ સામે ધારીના પશુપાલકે હિંમતથી ઉભો, પશુઓની રક્ષા કરી

✍️ रिपोर्टर: હસમુખભાઇ સાંગાણી 🗓 19 सित. 2026, 05:36 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારીના ગઢીયા ચાવંડ ગામના પશુપાલકે સિંહણ સામે હિંમતથી ઉભો રહી પશુઓની રક્ષા કરી, ઘટનાનો વીડિયો વાયરલ થયો.

ગિરના જંગલમાં વસતા માલધારીઓ માટે પોતાના ધણની રક્ષા અને પશુઓની સલામતી એ જ સાચો ધર્મ અને કર્તવ્ય માનવામાં આવે છે. ધારી તાલુકાના ગઢીયા ચાવંડ ગામમાં એક પશુપાલક પોતાના પશુઓને ચરાવવા માટે જઈ રહ્યો હતો ત્યારે એકાએક શિકારની શોધમાં આવેલી એક સિંહણની નજર પશુઓના ટોળા ઉપર પડી હતી.

સિંહણ ધીમેધીમે શિકાર તરફ આગળ વધી રહી હતી, જેનો અંદાજ પશુપાલકને આવી જતાં પોતાના પશુઓની રક્ષા કાજે હિમ્મતભેર અડીખમ ઢાલ બનીને તે સિંહણની સામે ઉભો રહી ગયો હતો. તેના કારણે સિંહણને શિકાર કરવાની તક મળી ન હતી અને તેને પરત ફરવું પડયું હતું.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો, જે સ્થાનિક પશુપાલકોની શૂરવીરતા અને પશુઓ પ્રત્યેની તેમની જવાબદારીને ઉજાગર કરે છે.

પશુપાલકની હિંમત અને ઝડપી નિર્ણયથી પશુઓની સલામતી સુનિશ્ચિત થઈ અને જંગલમાં શિકારની પ્રવૃત્તિમાં વિક્ષેપ આવ્યો.
📲Get App