🔥 TRENDING Baran SDM Hawaai Singh Yadav booked by... पाटोदा स्थित श्री विठ्ठल रुक्माई मंदिर... Court Rules Mistake of Law by Quasi-Ju... School Van Crashes into Divider in Jha... Jharkhand to Form Expert Panels for Sa... BofA says Boeing stock dip ‘a bit dram...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગરમાં બે વર્ષથી નાસતા ફરતા પ્રોહીબીશનના આરોપીને પકડી પાડ્યો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Sep 2026, 09:25 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર એ.ડીવિજન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન એક્ટના ગુન્હામાં સંડોવાયેલ આરોપી શૈલેષકુમાર ગામેતીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાએ હિંમતનગર મોતીપુરા વિસ્તારમાંથી પકડી પાડ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની અસરકારક કામગીરી કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.સી. સાકરીયા (એલ.સી.બી.) ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે હિંમતનગર ટાઉનમાં પેટ્રોલીંગ કરી હતી. દરમિયાન, સાથેના અધિકારીઓને ખાનગી રાહે માહિતી મળી હતી કે હિંમતનગર એ.ડીવિજન પોલીસ સ્ટેશનના સી-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૧૬૨૩૦૮૮૬/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ ૬૫એઈ, ૮૧ મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને બે વર્ષથી નાસતા ફરતા આરોપી શૈલેષકુમાર સોમાજી ગામેતી હિંમતનગર મોતીપુરા એસ.ટી. ડેપોની પાછળ રોડ પર ઉભો છે.

માહિતી મુજબ, આરોપીએ આછા મહેંદી કલરની અડધી બાંયની ટી-શર્ટ અને બ્લ્યુ જીન્સ પહેરી હતી અને તેના માથે મુંડન કરાવેલ હતું. આ માહિતીના આધારે એલ.સી.બી. સ્ટાફે ઝડપી ગતિએ ઘટનાસ્થળે પહોંચીને કોર્ડન કર્યું અને આરોપીને પકડી લીધો હતો. પકડાયેલ આરોપીએ પોતાનું નામ શૈલેષકુમાર સોમાજી ગામેતી, ઉંમર ૩૮ વર્ષ, રહે. કણબઈ વડઘરા, તા. નયાંગાવ, જિ. ઉદેપુર (રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

આરોપીની પૂછપરછ અને ઇ-ગુજકોપ પોકેટકોપ મોબાઇલમાં સર્ચ કરતાં, તે ઉપરોક્ત પ્રોહીબીશન એક્ટના ગુન્હામાં નાસતા ફરતો હોવાનું સ્પષ્ટ થયું હતું. આરોપીને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ ૩૫(૧)(જે) મુજબ તા. ૧૮/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૧૮:૦૦ વાગે પકડી હિંમતનગર એ.ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.સી. સાકરીયા, એ.એસ.આઇ વિનોદભાઈ અરવિંદભાઈ, અ.હે.કો. ચિરાગકુમાર ભીખાભાઈ, આ.પો.કો રાજેન્દ્રકુમાર શંભુભાઈ, શ્રી આર.કે. જોષી (પો.સ.ઈ.), અ.હે.કો જશુભાઈ બાબુભાઈ, અ.પો.કો પ્રહર્ષકુમાર કનુભાઈ અને આ.પો.કો કનકસિંહ દિલીપસિંહનો સમાવેશ થાય છે.
📲Get App