🔥 TRENDING ભચાઉમાં 234 ગ્રામ ગાંજો ધરપકડમાં, 'NO... ભારત માળા રોડ પર ટ્રકોમાંથી ચોરી કરતા... Punjab Court Sentences Murderer of 5-Y... MP Petrol Pumps to Reject UPI for Bill... Baisalpur Dam Water Level Rises 1 cm t... Ajmer Police Arrest Cyber Fraudster Ad...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલીની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થાની ગંભીર ચિંતાઓ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 18 Sep 2026, 02:10 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાલીઓએ અમરેલીની ખાનગી ગ્રાન્ટેડ અને ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં શિક્ષણ અને સુરક્ષા અંગે ગંભીર આક્ષેપો કર્યા.

અમરેલી શહેરની કેટલીક ખાનગી ગ્રાન્ટેડ અને ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને વાલીઓ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વાલીઓનો આક્ષેપ છે કે કેટલીક શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શૈક્ષણિક કાર્ય થતું નથી અને કેટલાક શિક્ષકો માત્ર હાજરી પૂરતી શાળામાં આવી પરત જતા હોવાના પ્રશ્નો ઉઠી રહ્યા છે.

વાલીઓના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓને ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે કે નહીં તેની નિયમિત તપાસણી થવી જરૂરી છે. શિક્ષકોને સરકારે તરફથી પગાર અને અન્ય લાભો મળતા હોવા છતાં જો વર્ગખંડમાં પૂરતો સમય આપી શિક્ષણ કાર્ય ન થતું હોય તો તેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્ય પર પડી શકે છે.

વર્ગખંડમાં સીસીટીવી કેમેરા હોવા છતાં દેખરેખ અંગે સવાલ ઉઠી રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે જો કેમેરા લગાવવામાં આવ્યા હોય તો તેનો હેતુ માત્ર શોણ પૂરતો ન રહે, પરંતુ શાળાની વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના હિત માટે તેનો અસરકારક ઉપયોગ થવો જોઈએ. તેઓ વિદ્યાર્થીઓની સંખ્યા અને શિક્ષક ફાળવણી અંગે પણ તપાસની માંગ કરી રહ્યા છે.

વાલીઓએ શિક્ષણ વિભાગ સમક્ષ માંગ કરી છે કે અમરેલી શહેર અને જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓનું નિયમિત અને અચાનક નિરીક્ષણ કરવામાં આવે, ખાસ કરીને શિક્ષકોની વાસ્તવિક હાજરી, વર્ગખંડમાં થતું શિક્ષણ કાર્ય, વિદ્યાર્થીઓની વાસ્તવિક સંખ્યા, મંજૂર શિક્ષક સંખ્યા અને કાર્યરત શિક્ષકોની સંખ્યા, સીસીટીવી કેમેરાની કાર્યક્ષમતા અને શાળાને મળતી સરકારી ગ્રાન્ટનો ઉપયોગ વગેરેની તપાસ કરવામાં આવે. તેઓ ભાર મૂકતા કહે છે કે શિક્ષણ કોઈ સામાન્ય વ્યવસાય નથી, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો મહત્વપૂર્ણ વિષય છે.
📲Get App