🔥 TRENDING प्रधानमंत्री नरेंद्र मोदी के 76वें जन्... કઠોદરામાં ભુરા મામાદેવના દર્શન માટે ભક... ମହାନଦୀରେ ଭାସିଗଲେ ୩ ସାଙ୍ଗ: ୨ ଉଦ୍ଧାର, ଜଣ... કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વડનગર ર... 📰 मालेरकोटला बस स्टैंड रोड पर पुलिस क... વડાપ્રધાનના જન્મદિવસે ભિલોડા હોસ્પિટલમ...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ગણેશ ચતુર્થી પર ‘સાયબર વિનાયક’ ગણેશજીની સ્થાપના..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Sep 2026, 03:58 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ‘સાયબર વિનાયક’ ગણેશજીની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી..

ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ ખાતે ‘સાયબર વિનાયક’ ગણેશજીની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી.આ કાર્યક્રમમાં સાયબર સુરક્ષાની મહત્વતા અને ડિજિટલ વિશ્વમાં વિઘ્નો દૂર કરવાની પ્રતીકાત્મકતા દર્શાવવામાં આવી.આ શુભ અવસરે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ગણેશ પૂજન અને આરતી કરવામાં આવી. કમિશનરે વિધિપૂર્ણ રીતે ગણેશજીને નમન કરી, ઉપાસનકારો સાથે પ્રાર્થના કરી..

પૂજન દરમિયાન ગણપતિ બાપ્પા સૌના ડિજિટલ અને વાસ્તવિક જીવનમાંથી તમામ વિઘ્નો દૂર કરે અને સાયબર સુરક્ષા માટે સૌને સદબુદ્ધિ અર્પે તેવી મંગલ પ્રાર્થના કરવામાં આવી. ઉપાસનકારોએ ગણપતિ બાપ્પા મોરિયા! કહીને ઉત્સાહ વ્યક્ત કર્યો.આ સ્થાપનાનો હેતુ સાયબર ક્રાઇમ સામે સામૂહિક જાગૃતિ અને સુરક્ષા માટે પ્રેરણા આપવાનો છે, જેથી નાગરિકો અને અધિકારીઓ ડિજિટલ ક્ષેત્રમાં સુરક્ષિત રીતે કાર્ય કરી શકે.
📲Get App