🔥 TRENDING સુરતમાં બે યુવાનો દ્વારા 200થી વધુ મૂર... IMD Predicts Heavy Rainfall Across Har... India Protests UN Map Depicting Arunac... India Accelerates Infrastructure in Ar... El Niño May Bring Mild, Dry Winter to... Colour-Coded Corridor Causes Traffic C...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ બસ સ્ટેન્ડમાં હોમગાર્ડ જવાનની ઈમાનદારીનું ઉદાહરણ

✍️ Reporter: Gilani Asikali 🗓 16 Sep 2026, 08:12 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મળેલો OPPO 5G મોબાઈલ મૂળ માલિકને પરત સોંપી ફરજ પ્રત્યે નિષ્ઠા દાખવી
વિરમગામ બસ સ્ટેન્ડ ખાતે ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાનને એક OPPO કંપનીનો 5G મોબાઈલ મળી આવ્યો હતો. મોબાઈલ મળ્યા બાદ હોમગાર્ડ જવાને ઈમાનદારીપૂર્વક મોબાઈલના મૂળ માલિકની શોધખોળ હાથ ધરી હતી.મોબાઈલના માલિકનો સંપર્ક થતાં જરૂરી પૂછપરછ અને ખરાઈ કર્યા બાદ મોબાઈલ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો.હોમગાર્ડ જવાનની આ ઈમાનદારી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાને લઈને સ્થાનિક સ્તરે પ્રશંસા થઈ રહી છે. જાહેર સ્થળે મળેલી કિંમતી વસ્તુ પોતાના કબજામાં રાખવાને બદલે તેના હકદાર સુધી પહોંચાડીને હોમગાર્ડ જવાને સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.ફરજમાં ઈમાનદારી, સમાજ માટે પ્રેરણા હોમગાર્ડ જવાનની કામગીરીને સલામ.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App