ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર
ગાંધીનગર: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને છાયા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ ખેરાલુ, છોટાઉદેપુર અને બાયડ નગરપાલિકાની એક-એક બેઠકની પેટાચૂંટણી યોજાશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, પાદરા તાલુકા પંચાયત, સત્તલાસણા તાલુકા પંચાયત અને હારીજ તાલુકા પંચાયતની એક-એક બેઠકની પેટાચૂંટણી પણ યોજાશે. આમ કુલ 9 બેઠકોની પેટાચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
ચૂંટણી કાર્યક્રમ અનુસાર 15 સપ્ટેમ્બર 2026ના રોજ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે 21 સપ્ટેમ્બરે ચૂંટણીની નોટિસ પ્રસિદ્ધ થશે. ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 25 સપ્ટેમ્બર રહેશે. ઉમેદવારીપત્રોની ચકાસણી 26 સપ્ટેમ્બરે કરવામાં આવશે અને ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 28 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.
ત્યારબાદ 11 ઓક્ટોબર 2026, રવિવારના રોજ સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જરૂરિયાત જણાય તો 12 ઓક્ટોબરે પુનઃમતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 15 ઓક્ટોબર 2026 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
ચૂંટણી જાહેર થતાં સંબંધિત વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે અને ઉમેદવારો તથા રાજકીય પક્ષો માટે ચૂંટણી હેડક્વાર્ટરના વિસ્તારોમાં આચારસંહિતાની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.