🔥 ट्रेंडिंग जेलर 2 ने विदेश में रिकॉर्ड तोड़ कीमत... जैक्की शroff ने राम्या कृष्णन को 56वें... टी.डी.पी. और शिवसेना ने अमित शाह के यू... कांग्रेस ने सींग अपर मल्टीपर्पस प्रोजे... अरुणाचल में सियांग बांध सर्वेक्षण पर व... जम्मू-कश्मीर के सीएम ओमर अब्दुल्ला ने...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

નવસારીના તીઘરા-ઈટાળવા સીમમાં દીપડાને ખુલ્લેઆમ લટાર મારતો વીડિયો વાયરલ, ખેડૂતોમાં ભારે ફાફડાટ

✍️ रिपोर्टर: Chandrakant Mistry 🗓 16 सित. 2026, 03:42 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો, જેમાં નવસારીના તીઘરા-ઈટાળવા સીમમાં દીપડાને ખુલ્લેઆમ લટાર મારતા દર્શાવાયું, જેના કારણે ખેડૂતોમાં તીવ્ર આક્રોશ અને ફાફડાટ થયો.

નવસારી તાલુકાના તીઘરા અને ઈટાળવા ગામની સીમમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આજે વહેલી સવારે ખેતર કિનારે શેડીના પાક પાસે એક આદમખોર દીપડો ખુલ્લેઆમ લટાર મારતો જોવા મળ્યો હતો. સ્થાનિકે આ દીપડાની તમામ હિલચાલ કેમેરામાં કેદ કરી લીધી છે. દિવસના અજવાળામાં જ ખેતરો પાસે દીપડો દેખાતા સીમ વિસ્તારમાં કામ કરવા જતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભારે દહેશત અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. અગાઉ પણ આ સીમ વિસ્તારમાં અવારનવાર દીપડાની હાજરી જોવા મળી છે. સ્થાનિકો દ્વારા વન વિભાગને તાત્કાલિક જાણ કરી પાંજરું ગોઠવી દીપડાને પાંજરે પૂરવાની માંગ કરવામાં આવી છે, જ્યારે સીમમાં જતા ખેડૂતોને અત્યારે સાવચેત રહેવા અપીલ કરાઈ છે.
📲Get App