🔥 TRENDING ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਨਵੀ ਅਬਾਦੀ ਵਿੱਚ ਲ... નારોલ પોલીસ દ્વારા નશીલા પદાર્થની ધરપક... नवादा में फर्जीवाड़े के मामले में प्रध... અમરેલીની કોવાયા અલ્ટ્રાટેક સ્કૂલની વિદ... झोलाछाप डॉक्टर ओमपाल गिरफ्तार, बच्चे क... ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਝਾਗੜੀਆਂ ਅਤੇ ਸਾਖਪ...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છમાં મેઘરાજાની મહેર: પદાધિકારીશ્રીઓએ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મીઠું મોં કરાવી હેતથી વરસાદના વધામણા કર્યા

✍️ Reporter: Naresh katua 🗓 15 Sep 2026, 05:12 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*અછતના ઓછાયા હટ્યા: સચરાચર વરસાદથી ધરતીપુત્રો સહિત સમગ્ર કચ્છમાં હર્ષોલ્લાસનો માહોલ*


*કચ્છ જિલ્લામાં લાંબા વિરામ અને અછતના ઓછાયા વચ્ચે છેલ્લા બે દિવસથી મેઘરાજાની કૃપાદ્રષ્ટિ થતાં સમગ્ર સરહદી પંથકમાં અનરાધાર અને સચરાચર વરસાદ નોંધાયો છે. ચાતકડોળે વરસાદની વાટ જોઈ રહેલા ધરતીપુત્રો અને માલધારીઓએ મેઘમહેરથી ભારે હાશકારો અને આનંદ અનુભવ્યો છે.*

*કચ્છની જીવાદોરી સમાન સર્વત્ર ખુશાલી છવાઈ જતાં આજરોજ જિલ્લાના પ્રજાપ્રતિનિધિઓએ કલેક્ટર કચેરી, ભુજ ખાતે હર્ષભેર એકત્ર થઈને વાજતે-ગાજતે મેઘરાજાના પાવન વધામણા કર્યા હતા.*

*સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તથા ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ સહિતના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓએ જિલ્લા કલેક્ટરશ્રી અમિત રાણાવસિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓને મીઠું મોં કરાવીને શુભેચ્છા પાઠવી હતી અને આ નવજીવન સમાન વરસાદને આવકાર્યો હતો.*
*આ પ્રસંગે પદાધિકારીશ્રીઓએ જણાવ્યું હતું કે, કચ્છમાં મેઘરાજાના આગમનથી પીવાના પાણીની સમસ્યા હલ થશે, સીમ-ખેતરો લીલાછમ બનશે અને પશુધન માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ થશે. વરસાદી મહેરથી ખેડૂતોના મુખ પર સ્મિત ફરી વળ્યું છે અને સમગ્ર કચ્છ જિલ્લામાં તહેવાર જેવો ઉલ્લાસપૂર્વકનો માહોલ સર્જાયો છે.*
📲Get App