🔥 TRENDING કોનાના પરમિશનથી ભાઈ દ્રાવરકા જગત મંદિર... કડાણા તાલુકાના માલવણ પાસે માર્ગ અકસ્મા... ઘટના: નેશનલ હાઇવે પર ટેમ્પોમાંથી વિદેશ... माहिल तालाब के पास गणेश जी का भव्य दरब... ઘટના: નેશનલ હાઇવે પર ટેમ્પોમાંથી વિદેશ... કડાણા તાલુકાના માલવણ પાસે માર્ગ અકસ્મા...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાજુલા-જાફરાબાદ ફોર લેન હાઇવેના કામમાં મિતિયાળાના ખેડૂતોનો રોષ, વળતર ચુકવ્યા બાદ જ જમીન કપાતની માંગ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 15 Sep 2026, 07:46 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામના ખેડૂતોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરીને ગેરકાયદેસર નોટીસો વિરુદ્ધ ધારદાર વિરોધ દર્શાવ્યો છે. તેઓએ જણાવ્યું કે રાજુલા-જાફરાબાદ ફોર લેન હાઇવે માટે જમીન કપાત કરતા પહેલા યોગ્ય વળતર ચુકવવામાં આવે, અન્યથા હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવાની ફરજ પડશે.

જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામના ખેતી અને બિનખેતી જમીનના ખાતેદારોએ રાજુલા-જાફરાબાદ ફોર લેન હાઇવેના કામગીરીને લઈને નાયબ કલેક્ટરને મુલાકાત આપીને ધારદાર મૌખિક અને લેખિત રજૂઆત કરી છે. ખેડૂતોએ જણાવ્યું કે તેમની જમીન રાજુલા-જાફરાબાદ રોડની બંને બાજુએ આવેલી છે અને હાલના રોડને અડીને બંને બાજુથી ફોર લેન રોડ બનાવવા માટે રાજુલાની નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી મારફતે તેમને દબાણકર્તા-અનધિકૃત કબજેદારો ગણીને ગેરકાયદેસર નોટીસો આપવામાં આવી રહી છે.

ખેડૂતોએ રજૂઆતમાં ઉલ્લેખ કર્યો છે કે નાયબ કાર્યપાલક ઈજનેર, રાજુલા તરફથી આપવામાં આવી રહેલી નોટીસોમાં કોઈ સર્વે નંબરોનો ઉલ્લેખ નથી અને આ ફોર લેન રોડમાં કેટલી જમીન કપાય તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી આવી નોટીસો કાયદેસરની ગણાય નહીં. તેમ છતાં ખેડૂતોને આવી નોટીસો આપવામાં આવી રહી છે, જે કાયદાનું ઉદાંઘન અને કાયદા વિરુદ્ધ કાર્યવાહી ગણાય છે.

ખેડૂતોએ સ્પષ્ટતા કરી છે કે રોડ ફોર-લેન બનતો હોઈ તો તે રાજ્યના વિકાસ માટે અને જાહેર હિત માટે સારી વાત છે, પરંતુ કાયદા વિરુદ્ધ કામગીરી કરવામાં આવે તો તે ગેરકાયદેસર કાર્યવાહી ગણાશે. ચારનાળાથી જાફરાબાદ સુધીના ફોરલેન રોડ બનાવવા માટે જે જમીન કપાવવાની સંભાવના છે, તેવા ખેડૂતોને યોગ્ય વળતર આપીને જ આગળની કાર્યવાહી કરવી જોઈએ.

ખેડૂતોએ ચેતવણી આપી છે કે અન્યથા તેઓ એકજૂથ થઈને સરકારના આવા અન્યાયકારી વલણ સામે સંઘર્ષ કરવાની ના-છુટકે ફરજ પડશે. યોગ્ય ન્યાય મેળવવા માટે તેઓ નામદાર ગુજરાત હાઈકોર્ટ અને જરૂર પડે સુપ્રિમ કોર્ટમાં પણ ન્યાય મેળવવા ધાન ખાવાની ફરજ પડશે.
📲Get App