🔥 TRENDING बेळगावात गणपती आगमनाच्या रात्री फ्रिजच... पूर्णिया कि आर्थिक नगरी गुलाब बाग में... મુંબઈમાં ગણેશ ચતુર્થી: અમિત શાહ અને દે... மாணவர்களின் பாதுகாப்பு மற்றும் வசதிக்க... કચ્છમાં રેલવે વિકાસને નવી ગતિ: શિવલખા... महाराष्ट्रात मान्सून परतीचा प्रवास २५‑...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ઘટના: નેશનલ હાઇવે પર ટેમ્પોમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો

✍️ Reporter: Chandrakant Mistry 🗓 15 Sep 2026, 08:54 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નેશનલ હાઇવે પર ટેમ્પો પર વિદેશી દારૂનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ઘટના સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હેઠળ છે.

નીડ ૨૪ નવસારી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચીખલી પોલીસે નેશનલ હાઇવે નંબર ૪૮ પર બલવાડા ઓવરબ્રિજ પાસે પેટ્રોલીંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. મુંબઈથી અમદાવાદ તરફ જતા ટાટા કંપનીના ટેમ્પોને અટકાવી તલાશી લેતા અંદરથી ૨૨૦ પૂંઠાના બોક્સમાં સંતાડેલો ૫૦૨૪ નંગ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૧૭ લાખ ૭૩ હજારથી વધુ કિંમતનો વિદેશી દારૂ, ૭ લાખનો ટેમ્પો, મોબાઈલ અને રોકડ મળી કુલ ૨૪ લાખ ૪૮ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. યુપીના ડ્રાઇવર શિવમ શર્માની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અને વડોદરા મંગાવનાર સહિતના અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ચીખલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નીડ ૨૪નવસારી ન્યૂઝ, જોડાયેલા રહો.

​જપ્ત કરેલ મુદ્દામાલ: રૂા. ૧૭,૭૩,૩૫૦નો દારૂ-બિયર (૬૦૨૪ નંગ), રૂા. ૭ લાખનો ટેમ્પો, મોબાઈલ અને અન્�
ઘટના સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હેઠળ છે અને વધુ માહિતી ઉપલબ્ધ થતાં જ જાહેર કરવામાં આવશે.
📲Get App