🔥 TRENDING Haryana to Deploy Surveillance Cameras... Chhattisgarh High Court bars Lok Adala... Kapil Dev and CM Vishnu Deo Sai Inaugu... Chhattisgarh CM's Surprise Roadside Vi... Ludhiana fraud: Impersonator as custom... Haryana approves Rs 9,700 crore road p...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધોળકાના ત્રાસદ માર્ગ પર વરસાદી પાણી ભરાયું: નિકાલની વ્યવસ્થા ન હોવાથી| રાહદારીઓ-વાહનચાલકો પરેશાન, કાયમી| ઉકેલની માગ

✍️ Reporter: ભાવિક મકવાણા 🗓 15 Sep 2026, 11:21 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધોળકા શહેરના ત્રાસદ માર્ગ પર વરસાદી પાણી ભરાઈ| ગયું છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. વરસાદ પછી રસ્તા પર પાણી| ભરાઈ રહેતા અવરજવર કરવી મુશ્કેલ બની જાય છે. વાહનચાલકોને પણ પાણીમાંથી પસાર થવું પડે છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, વરસાદી પાણીના નિકાલ માટે| યોગ્ય વ્યવસ્થા નથી, આ કારણે રસ્તા પર પાણી ભરાઈ રહેવાની સમસ્યા દર વર્ષે થાય છે. પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેવાથી રાહદારીઓને ચાલવામાં તકલીફ પડે છે. ટુ-વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ભય પણ રહે છે.


વરસાદી પાણીને કારણે રસ્તાની હાલત વધુ ખરાબ થઈ રહી છે. આસપાસના વિસ્તારમાં ગંદકી અને અસુવિધા પણ વધી શકે છે. સ્થાનિકોએ તંત્ર પાસે વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરી છે.

તેમની માંગ છે કે, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે. લોકો ઈચ્છે છે કે, દર વર્ષે થતી આ સમસ્યાનો કામચલાઉ ઉકેલ લાવવાને બદલે તંત્ર સ્થળનું નિરીક્ષણ કરીને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરે. જેથી ભવિષ્યમાં રાહદારીઓ અને વાહનચાલકોને આવી તકલીફ ન પડે.
📲Get App