🔥 TRENDING ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਵਿੱਚ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦੀ ਰੈਲੀ,... India's Last Mughal Emperor Marks 164t... Mohammad Shami’s Test retirement spark... Five arrested in Shahdol counterfeit c... ਹਨੁਮਾਨ ਯਾਤਰਾ ਦੌਰਾਨ ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਵਿੱਚ ਸ਼ਰ... ಸ್ಪರ್ಧಾತ್ಮಕ ಪರೀಕ್ಷಾ ಆಕಾಂಕ್ಷಿಗಳಿಗೆ ಪೂರ್...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પહાજ હત્યાકાંડ: આમોદ બજારમાં પોલીસનું વિશાળ સર્ચ ઓપરેશન, હત્યારાએ ખરીદેલી છબીનું સ્થળ ઓળખાયું
Crime

પહાજ હત્યાકાંડ: આમોદ બજારમાં પોલીસનું વિશાળ સર્ચ ઓપરેશન, હત્યારાએ ખરીદેલી છબીનું સ્થળ ઓળખાયું

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 15 Sep 2026, 10:44 PM 👁 71
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પહાજ હત્યાકાંડની તપાસમાં આમોદના બજારમાં પોલીસએ મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું, અને હત્યારાએ ખરીદેલી છબીનું સ્થળ પોતે દર્શાવ્યું.

પહાજ હત્યાકાંડની તપાસમાં, ગૂજરી રહેલા હત્યારાને શોધવા માટે આમોદના બજારમાં પોલીસે વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

ઓપરેશનમાં અનેક પોલીસ ટીમો, સીસીટીવી footage અને દુકાનમાલિકો સાથેની પૂછપરછનો સમાવેશ થયો. શંકાસ્પદ વ્યક્તિએ પોતે જ તે દુકાનનું સ્થાન દર્શાવ્યું, જ્યાં તેણે છબી ખરીદી હતી.

પોલીસે સંબંધિત દુકાનને તાત્કાલિક સીલ કરી, ખરીદેલી છબી કબ્જા કરી અને પુરાવા તરીકે તપાસમાં લગાવી. આ પગલાં સાથે હત્યારાની ઓળખ અને motive વિશેની તપાસ આગળ વધી રહી છે.

જાહેરને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે, અને કોઈ પણ માહિતી તાત્કાલિક nearest police station માં આપવાની સલાહ આપવામાં આવી છે.

વાગરા તાલુકાના ચકચારી પહાજ ગામે ૨૭ વર્ષીય વસીમ ઇકબાલ દિવાનની નિર્દયતાપૂર્વક કરાયેલી હત્યાના કેસમાં વાગરા પોલીસે તપાસનો આક્રમક ધમધમાટ આગળ ધપાવ્યો છે. કસ્ટડી રિમાન્ડ હેઠળના આરોપીને સાથે રાખીને વાગરા પોલીસની વિશેષ ટીમે આજે આમોદ શહેરમાં ધામા નાખ્યા હતા. કડક પૂછપરછ દરમિયાન મળેલી મહત્વની કડીઓના આધારે પોલીસે હાથ ધરેલા આ વિશેષ ઓપરેશનમાં, આરોપીએ પોતે જ હત્યામાં ઉપયોગમાં લીધેલો ઘાતક છરો આમોદની જે દુકાનેથી ખરીદ્યો હતો તે સ્થળ પોલીસ સમક્ષ પ્રત્યક્ષ રીતે ઓળખી બતાવ્યું હતું.

ઘટનાસ્થળે હત્યાનું સફળ રિકન્સ્ટ્રક્શન કરાવવા ઉપરાંત ગુનામાં વપરાયેલી બુલેટ બાઈક તેમજ આરોપીના કપડાં કબ્જે કર્યા બાદ, હવે હથિયાર ખરીદીના મૂળ સ્થાન સુધી પહોંચીને વાગરા પોલીસે સમગ્ર ગુનાહિત સાજિશ અને પૂર્વ-આયોજિત કાવતરાના સબળ પુરાવા એકત્ર કરવાની દિશામાં મજબૂત પકડ બનાવી છે.

આમોદના બજારમાં સંબંધિત વેપારી અને સ્થાનિકોની પૂછપરછ હાથ ધરીને છરો કઈ તારીખે, કેટલા રૂપિયામાં, કોની પાસેથી અને કયા સંજોગોમાં ખરીદવામાં આવ્યો હતો તે તમામ પાસાંઓ પર કાયદાકીય તપાસ તેજ કરવામાં આવી છે. વાગરા પોલીસની આ સમયસરની અને આક્રમક કાર્યવાહીથી આગામી દિવસોમાં આ બહુચર્ચિત કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
📲Get App