🔥 TRENDING बेला के फकीरेपुरवा में रात्रीकालीन भीष... સાબરકાંઠાના તલોદ GIDCની બંધ ફેક્ટરીમાં... राजेन्द्र नगर–भूंगरा में सूखे की चपेट... Tripura High Court Halts Human Rights... Agartala Hosts AI Training to Boost Wo... Tripura authorities uncover 19 illegal...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

ગોપાલગ્રામમાં વરસાદની અછતથી કપાસનો પાક નિષ્ફળ, ખેડૂતોને આર્થિક નુકસાન

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 15 Sep 2026, 01:24 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી તાલુકાના ગોપાલગ્રામમાં વરસાદના અભાવે કપાસ અને અન્ય પાક નિષ્ફળ થયા, ખેડૂત સુરેશભાઈ વાળાએ પાક પશુઓને ખવડાવવા મજબૂર થયા.

વરસાદની અછતને કારણે ધારી તાલુકાના ગોપાલગ્રામમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

સુરેશભાઈ વાળાએ કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ પૂરતો વરસાદ ન પડતા કપાસનો પાક નિષ્ફળ જતાં ખેતરમાં ઉભેલો પાક પશુઓને ખવડાવવા મજબૂર બન્યા.

ગોપાલગ્રામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસ, મગફળી, જુવાર સહિતના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં ખેતી પાકને પૂરતું પાણી ન મળતા પાક સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.

ખેડૂતો દ્વારા સરકાર તરફથી પાક નુકસાનીનો સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
📲Get App