🔥 ट्रेंडिंग સાવર કુંડલાથી પ્રસ્થાન કરેલી યાત્રા સત... राजस्थान में पंचायती राज आरक्षण लॉटरी... बेला पुलिस ने हत्या के मामले में वांछि... અંજારમાં ભારે વરસાદથી રેલવે અંડરપાસમાં... શાંતિનગરમાં આઠમો ગણેશ મહોત્સવ ભક્તિભાવ... વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમ...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જંબુસરના ટંકારી ભાગોળે પિકપ સ્ટેન્ડની છત ધરાશાયી, સદનસીબે જાનહાની ટળી

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 15 सित. 2026, 03:50 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જંબુસરના ટંકારી ભાગોળે પિકપ સ્ટેન્ડની છત ધરાશાયી, સદનસીબે જાનહાની ટળી

જંબુસરના ટંકારી ભાગોળે પિકપ સ્ટેન્ડની છત ધરાશાયી થતા સદનસીબે જાનહાની ટળી હતી. ટંકારી ભાગોળ જર્જરિત બસ સ્ટેન્ડ બન્યું જોખમી બની જવા પામ્યું છે. જેને પગલે મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થવા પામ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાગ ઉઠવા પામી છે. જંબુસર શહેરના ટંકારી ભાગોળ વિસ્તારમાં કલક રોડ પર આવેલા બસ સ્ટેન્ડની છતનો મોટો હિસ્સો અચાનક ધરાશાયી થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. છતનો કેટલોક ભાગ તૂટી પડતા બસ સ્ટેન્ડ પર કાટમાળ ફેલાઈ ગયો હતો.
.બસ સ્ટેન્ડની છત ધરાશાયી થવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. જોકે, ઘટનાએ બસ સ્ટેન્ડની જર્જરિત અને જોખમી હાલતને ઉજાગર કરી છે. રોજ બરોજ અહીં મુસાફરોની અવરજવર રહેતી હોવાથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચિંતાની સાથે રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોના જીવના જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બસ સ્ટેન્ડની તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે અને જર્જરિત માળખાને દૂર કરી મુસાફરો માટે સુરક્ષિત વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી લોકમાગ બુલંદ થવા પામી છે.
📲Get App