🔥 TRENDING સુરતની શાળાએ ગણેશ ચતુર્થી પર પર્યાવરણમ... સુરતની અદાલતે ડ્રગ કેસમાં મહિલાને 10 વ... शाहपुरा में खादर शाह बाबा के मंदिर में... ભરૂચમાં બુલેટ ટ્રેન અને ફ્રેઇટ કોરિડોર... સુરતના કતારગામ દરવાજા પર ખુલ્લી ગટરની... સાબરકાંઠા, ખેડબ્રહ્માના નવા ચાંપલપુરમા...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું

✍️ Reporter: Atul Thakor 🗓 15 Sep 2026, 04:57 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્થાનિક તંત્ર દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સમી બસ સ્ટેન્ડની બહાર ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સમી બસ સ્ટેન્ડની બહારના ભાગમાં ચાની હોટલો, પાન પાર્લર, પકોડીની લારીઓ તેમજ લાકડાના અનેટીન શેડના ગલ્લાઓ મોટા પ્રમાણમાં દબાણ કરીને ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હતી અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

આ અંગે નાગરિકો તરફથી મળતી ફરિયાદોને ધ્યાને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે દબાણોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સ્થાનિક પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ પ્રકારની સઘન અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.
📲Get App