🔥 ट्रेंडिंग रावण: आधिकारिक ट्रेलर जारी, नई महाकाव्... जेलर 2 ट्रेलर समीक्षा: निर्देशक ने सभी... पाच फुताचा बाच्चन: आधिकारिक ट्रेलर जार... त्योहारों के मौसम में भारतीय एयरलाइंस... बॉम्बे उच्च न्यायालय के गोवा बेंच ने च... बेंगलुरु में जयनगर के 5,698 मतदाताओं क...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આર્ટ્સ કૉલેજ,લવાણા ખાતે શિક્ષક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

આર્ટ્સ કૉલેજ,લવાણા ખાતે શિક્ષક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

✍️ रिपोर्टर: Lalabhai D Darji 🗓 09 सित. 2026, 11:10 AM 👁 53
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આર્ટ્સ કૉલેજ,લવાણા ખાતે શિક્ષક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

લવાણા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન,હિંદવાણી રાજપુત સમાજ પ્રેરિત,માનવનિકેતન ટ્રસ્ટ સંચાલિત, આર્ટ્સ કૉલેજ,લવાણા ખાતે " શિક્ષક દિવસનું " આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ એક દિવસનું શૈક્ષણિક કાર્ય ત્યારબાદ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. જેમાં એક દિવસના બનેલા અધ્યાપકો પોતાના પ્રતિભાવ અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.જેમાં એક દિવસ પૂરતા નિમાયેલા પ્રિન્સિપાલ સોલંકી જીનલબા માનાજી દ્વારા સુચારુ આયોજન કર્યું હતું. તથા કોલેજના આદ્યસ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.યુ.કે રાજપુત સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં એક દિવસના નિમાયેલા કોલેજના પ્રિન્સિપાલ તેમજ એક દિવસના કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થી ભાઈ-બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ.વી.ટી.સાસુન સાહેબે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપક બનેલા વાઘેલા કવિતાબા દ્વારા કરવામાં આવ્યું હતું.અને કાર્યક્રમની આભારવિધિ કોલેજના અધ્યાપક એ.એ.કુરેશી સાહેબ દ્વારા કરી હતી.
📲Get App