🔥 TRENDING ગઢીયા ગામમાં સિંહણને હરાવી પશુપાલકે બચ... ਬਾਈਕ ਦੀ ਟੱਕਰ ਨਾਲ ਸਾਈਕਲ ਚਾਲਕ ਦੀ ਸਮਾਨ ਖਰ... बेतिया में जिलाअधिकारी ने सुनी जनसुनवा... കേരള ഗവണ്മെന്റ് നേഴ്സസ് അസോസിയേഷൻ തൃശൂ... Manipur MLA Kimneo Unveils Mobile Medi... 3rd DGAR Hockey Tournament Launches at...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આર્યુવેદ શાખા અરવલ્લી દ્વારા “વયો મિત્ર” નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પનું આયોજન*

આર્યુવેદ શાખા અરવલ્લી દ્વારા “વયો મિત્ર” નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પનું આયોજન*

✍️ Reporter: Pandor Sanjaybhai Bhalabhai 🗓 07 Sep 2026, 04:17 PM 👁 34
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરની પ્રેરણા તથા નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગરના નિર્દેશન હેઠળ આર્યુવેદ શાખા, અરવલ્લી જિલ્લા દ્વારા “વયો મિત્ર” કાર્યક્રમ અંતર્ગત મોડાસા ઉમિયા ચોક ખાતે વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં મોડાસા તથા આસપાસના વિસ્તારના વરિષ્ઠ નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપીને આર્યુવેદની સારવારનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન વરિષ્ઠ નાગરિકોને આર્યુવેદિક દવાઓ તથા યોગ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કેમ્પમાં ડૉ. ડિમ્પલબેન અસારી, ડૉ. બિપીનભાઈ ખરાડી, યોગ ઇન્સ્ટ્રક્ટર જયેન્દ્ર મકવાણા, લેઉઆ શકુંતલાબહેન તથા અન્ય સેવકગણ હાજર રહ્યા હતા અને વરિષ્ઠ નાગરિકોની સેવામાં જોડાયા હતા.
આ કાર્યક્રમ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા તથા આર્યુવેદની લાભકારી સારવારને સામાન્ય જનતા સુધી પહોંચાડવાના હેતુથી યોજાયો હતો.
📲Get App